IT વિભાગે દરોડા પાડતા ઘરેથી એટલી રોકડ રકમ મળી આવી કે, નોટું ગણી ગણીને મશીન પણ થાક્યું

આવકવેરા વિભાગે(Income tax department) નોઈડા(Noida)માં નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન એટલે કે NBCCના પૂર્વ CGM ડીકે મિત્તલ(DK Mittal)ના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં રોકડ,…

આવકવેરા વિભાગે(Income tax department) નોઈડા(Noida)માં નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન એટલે કે NBCCના પૂર્વ CGM ડીકે મિત્તલ(DK Mittal)ના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં રોકડ, દાગીના અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. CGM ના ઘરમાં એટલી રોકડ છે કે નોટ ગણવાના બે મશીનો મંગાવવામાં આવ્યા છે.

નોઈડાના સેક્ટર 19 સ્થિત તેમના ઘરે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી ચાલી રહી છે. CBI અને ITએ શુક્રવારે મોડી સાંજે નોઈડાના સેક્ટર-19 સ્થિત ડીકે મિત્તલના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈ અને ઈન્કમ ટેક્સની ટીમ ઘણા દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.

દરોડામાં અત્યાર સુધીમાં લગભગ બે કરોડ રૂપિયા કબજે કરવામાં આવ્યા:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ રૂપિયા કબજે કરવામાં આવી છે. એનબીસીસીના ભૂતપૂર્વ સીજીએમ ડીકે મિત્તલના ઘરેથી પણ મોટી માત્રામાં જ્વેલરી મળી આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ નોટોની ગણતરી માટે બે નોટ કાઉન્ટીંગ મશીન મંગાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન, આવકવેરા ટીમને ભૂતપૂર્વ NBCC CGM પાસેથી ઘણા દસ્તાવેજો પણ મળ્યા છે, જેના વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારે રોકડ અંગે દાવો કર્યો હતો, ત્યારબાદ બંને વિભાગની ટીમોએ પરિવારને રોકડ અંગેના દસ્તાવેજો બતાવવા માટે કહ્યું છે.

NBCCના ભૂતપૂર્વ CGM પર ભ્રષ્ટાચારનો આરોપ:
બંને વિભાગ પરિવારની પૂછપરછ કરી રહ્યા છે તેમજ અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દરોડા NBCC સાથે જોડાયેલા કેટલાક જૂના કેસ અથવા અન્ય ફરિયાદ બાદ કરવામાં આવ્યા છે. CBI NBCCના ભૂતપૂર્વ CGM DK મિત્તલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહી છે.

દરમિયાન, રોકડ મળવાની માહિતી પર આવકવેરા વિભાગની ટીમ નોઈડાના સેક્ટર-19 સ્થિત ડીકે મિત્તલના ઘરે પહોંચી હતી. સીબીઆઈ અને આઈટી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, નોઇડા પોલીસે કહ્યું કે સાંજે જ બંને વિભાગો તરફથી માહિતી આપવામાં આવી હતી, અમારી ટીમ સંપૂર્ણ સહયોગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *