ન્યારામાં પેટ્રોલ પુરાવતા હોવ તો ચેતી જજો! સુરતમાં પેટ્રોલના નામે કેટલીય ગાડીમાં પાણી ભરી દીધું- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ન્યારામાં પેટ્રોલ પંપ(Nayara petrol pump)માં પેટ્રોલ પુરાવનાર લોકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના મોટા વરાછા(Mota varachha)  વિસ્તારમાં દુઃખિયા ના દરબાર વાળો રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવવા માટે આવેલા ગ્રાહકો સાથે છેતરપીંડી થતા હોવાનો આક્ષેપ વાયરલ થઇ રહેલા વિડીયો(Viral video)માં લગાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, જાગૃત નાગરિક દ્વારા ન્યારાના પેટ્રોલ પંપમાં આપવામાં આવી રહેલું ભેળસેળ વાળા પેટ્રોલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પેટ્રોલ પુરાવવા માટે આવેલા વ્યક્તિનું કહેવું છે કે, આ પેટ્રોલ પંપ પર પેટ્રોલની સાથે સાથે પાણી આપવામાં આવે છે, માત્ર એટલું જ નહિ પરંતુ પેટ્રોલની સાથે અડધોઅડધ પાણી નાખીને પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.

હાલમાં આ વાયરલ વિડીયો જોઇને લોકોની આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ છે. જો તમે પણ ન્યારામાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી રહ્યા છો, તો ચેતી જજો. કારણ કે, ચોખ્ખા પેટ્રોલની જગ્યાએ અડધા કરતા વધારે પાણી મિક્ષ કરીને લોકોને પેટ્રોલ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે, કોઈ છેતરપીંડીથી ઓછું ના કહી શકાય.

આ સમગ્ર મામલા અંગે પર્દાફાશ કરવામાં આવતા અને વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચા તેજ બની છે કે, આ પહેલા પણ અનેક વાહનચાલકો સાથે આ પ્રકારની જ લોલમલોલ ચલાવવામાં આવતી હતી કે શું? આ પહેલા અનેક લોકો આ ભેળસેળ વાળા પેટ્રોલની છેતરપીંડીનો ભોગ બન્યા હશે?

ત્યારે હાલમાં વાયરલ થઇ રહેલા આ વિડીયોને જોતા અનેક લોકોની આંખો ઉઘડી હશે. ત્યારે આ વિડીયોને આધારે પેટ્રોલ પંપ પર કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહિ તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *