નવા સંસદ ભવન પર સ્થપાયો ૯૫૦૦ કિલોનો અશોક સ્તંભ, PM મોદીએ કર્યું અનાવરણ- જુઓ વિડીયો

વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદીએ(Narendra Modi) આજે ​​સવારે નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા 6.5 મીટર ઊંચી અને 9500 કિલો વજન ધરાવે છે. તેને ટેકો આપવા માટે લગભગ 6500 કિલોગ્રામ વજનની સ્ટીલની સિસ્ટમ પણ બનાવવામાં આવી છે.

અશોક સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. આ દરમિયાન તેમણે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. પીએમ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. તાજેતરમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ(India Gate) સુધીનું કામ 18 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે.

જાણો શું છે અશોક સ્તંભ:
મૌર્ય વંશના ત્રીજા શાસક સમ્રાટ અશોક પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડના સૌથી શક્તિશાળી રાજાઓમાંના એક હતા. તેમણે 273 ઈ.સ પૂર્વે થી 232 ઈ.સ પૂર્વે  સુધી ભારત પર શાસન કર્યું. અશોકે દેશના જુદા જુદા ભાગોમાં ઘણા સ્તૂપો અને સ્તંભો બાંધ્યા છે. આ સ્તંભોમાંથી એક જે સારનાથમાં સ્થિત છે તેને અશોક સ્તંભ કહેવામાં આવે છે, જેને આઝાદી પછી ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવામાં આવ્યું છે.

‘સેન્ટ્રલ વિસ્ટા’ એ મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેનું સેન્ટ્રલ એવન્યુ 80 ટકા બનીને તૈયાર છે. અગાઉ તેના નિર્માણ કાર્યમાં લગભગ 971 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ખર્ચ 29 ટકા વધીને 1250 કરોડથી વધુ થઈ શકે છે. સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ઓક્ટોબર 2022 નક્કી કરી છે. સરકાર ઇચ્છે છે કે શિયાળુ સત્ર સંસદની નવી ઇમારતમાં યોજાય. તેમાં સંસદ ભવન સહિત કેન્દ્ર સરકાર સાથે સંબંધિત તમામ કચેરીઓ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *