ગુજરાત(Gujarat): રાજ્યમાં હજુ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ(Heavy rain)ની આગાહી વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા 8 જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ(Red alert) આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત, નવસારી અને વલસાડમાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. જયારે મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રવિવારના રોજ ભારે વરસાદે અમદાવાદને ધમરોળી નાખ્યું હતું. આ સાથે સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગ દ્વારા 30થી 40 કીલોમીટર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 13 જળાશય હાઈ એલર્ટ પર છે.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘુમાવ્યો ફોન:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી થયેલી ગંભીર સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ જાણકારી આપી હતી. આ વરસાદી સ્થિતિને પહોચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપવામાં આવી હતી.
12 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 12-07-2022માં રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ એટલે કે ખુબજ ભારે વરસાદ ખાબકી શકે છે અને અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
13 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 11-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
14 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 14-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં ખુબ જ ભારે વરસાદ પડી શકે તેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
15 તારીખ આ વિસ્તારમાં પડશે વરસાદ:
હવામાનવિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 15-07-2022માં રોજ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.