કોરોના (Corona)થી બચવા માટે અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 2 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે હવે આ અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં મોદી સરકારે જણાવ્યું છે કે, હવે કોરોના વેક્સિન (Vaccine)નો બૂસ્ટર ડોઝ(Booster dose) તમામ લોકો માટે ફ્રી કરી દીધો છે. 18 વર્ષની ઉપરના તમામ લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. હાલ ફરી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે ફરી કોરોનાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ, કે હાલ દેશમાં દરરોજ 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. સતત વધી રહેલા કોરોનાના આ કેસોને ધ્યાનમાં રાખી તમામને વેક્સિન યોગ્ય સમયે લાગે તે હેતુથી સરકાર દ્વારા બૂસ્ટર ડોઝને 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે ફ્રી કરી દેવાયા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી છે કે 16 જુલાઈથી આગામી 75 દિવસ સુધી બૂસ્ટર ડોઝનું આ અભિયાન ચલાવવામાં આવશે. હાલ દેશમાં 199 કરોડ વેક્સિન ડોઝ લગાડવામાં આવ્યા છે.
દેશમાં મોટા ભાગના લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ હવે લોકો બૂસ્ટર ડોઝ લેવામાં બેદરકારી દાખવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે હવે સરકાર દ્વારા આ ફ્રી બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવામાં લોકો વચ્ચે જાગરુકતા વધે અને તેઓ આવીને વેક્સિન લગાવે, તેથી 16 જુલાઈથી આગામી 75 દિવસ માટે ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
થોડાં દિવસ પહેલાં સરકારે બૂસ્ટર ડોઝ લેવાના સમયમાં પણ ઘટાડો કર્યો હતો. પહેલાં બે ડોઝ લીધા હોય તેના 9 મહિના પછી કોઈ બૂસ્ટર લગાવી શકતા હતા, પરંતુ હવે તે સમય ઘટડીને 6 મહિના કરાયો છે. અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 18થી 59 વર્ષના 77 કરોડ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધા છે. એવામાં આ આંકડા વધારવા માટે મોદી સરકાર દ્વારા ફ્રી અભિયાન શરૂ કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.