હાલના દિવસોમાં લોકો ટાપુ(Island), દરીયાકીનારો(Seaside), બીચ(Beach) વગેરે જેવી જગ્યાયોએ ફરવા જતા હોય છે. આ વખતે સેફ્ટી ખુબ જ જરૂરી હોય છે. પરંતુ હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે જોઇને તમે પણ ચોકી ઉઠશો. સેફ્ટી બેરિયર(Safety Barrier) તોડીને કેટલાક લોકો બીચ પર એન્જોય કરી રહ્યા હતા અને સેલ્ફી લઈ રહ્યા હતા.
View this post on Instagram
આ દરમિયાન એક મોટી લહેર આવતા એક જ પરિવારના 8 લોકો આ લહેર સાથે તણાઈ જાય છે. આ પછી બૂમો પડી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આમાંના કેટલાક લોકો દરિયાના મોજામાં ડૂબતા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, આ મામલો ઓમાનનો છે.
કેટલાક લોકો સેફ્ટી બેરિયર તોડીને અહીંના અલ મુગસેલ બીચ પર દરિયામાં પહોંચી ગયા હતા. આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું અને કેટલાક લોકોને આ લહેરમાં તણાયા હતા. આ વીડિયોમાં ત્યાં હાજર લોકો કેટલાક લોકોને બચાવતા પણ જોવા મળી રહ્યા છે. બાદમાં આમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા હતા.
જાણવા મળ્યું છે કે, પેરામેડિક્સે ત્રણ લોકોને દરિયામાંથી બચાવ્યા બાદ જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. આ પછી તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તે જ સમયે, હજુ પણ કેટલાક લોકો લાપતા છે. ઓમાન પોલીસે કહ્યું છે કે મોજા સાથે વહેતા લોકો એશિયન પરિવારના હતા. તે જ સમયે, કેટલાક લોકો તેમને ભારતીય પરિવાર કહી રહ્યા છે. જોકે, લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.