તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં 7મા ધોરણમાં અભ્યાસ છોડી દેનારા એક ઠગે એક ટેલિમાર્કેટિંગ ફર્મ બનાવી 7 મહિલાઓને પોતાના પ્રેમમાં ફસાવીને તેમની સાથે લગ્ન કર્યા હતાં. એટલું જ નહીં તેણે છેલ્લા બે વર્ષમાં અન્ય 6 મહિલાઓનું યૌન ઉત્પીડન પણ કર્યું હતું. આરોપી પોતે જ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ગણાવ્યો હતો.
પોલીસ આરોપી તિરુપુર નિવાસી રાજેશ પૃથ્વીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. પોલીસે જણાવ્યું કે, રાજેશે કેટલીય મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે. તેની વિરુદ્ધ લગ્ન કરવાના ઓછામાં ઓછા 6 કેસ પડતર છે. રાજેશે ટેલિમાર્કેટિંગ ફર્મ બનાવી મહિલાઓને તે દ્વારા ફસાવતો હતો. પોલીસની વર્દીમાં પોતાની તસવીર મહિલાઓને દેખાડી બે ગુનેગારોના એન્કાઉન્ટર કરી તેણે નોકરી છોડી દીધાનું કહેતો હતો.
30 જૂને એક 18 વર્ષની છોકરીના માતા-પિતાએ પોલીસને દીકરી ગુમ થયાની ફરિયાદ કરી હતી.
પોલીસે પ્રારંભિક તપાસમાં જણાયું હતું કે રાજેશે છોકરીનું અપહરણ કર્યું હતું. પોલીસે 9 સપ્ટેમ્બરે તિરુપુરના નોચિપલાયમથી છોકરીનો પત્તો મેળવ્યો હતો. છોકરીએ જણાવ્યું કે તેણે રાજેશ સાથે લગ્ન કરી લીધાં છે. જ્યારે રાજેશ છોકરીને લેવા ઘરે પહોંચ્યો, ત્યારે પોલીસે તેને ગિરફતાર કરતાં ઘટસ્ફોટ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.