ગુજરાત(Gujarat): હજુ રાજ્યમાં લઠ્ઠાકાંડ(Lattakand) મુદ્દો શાંત નથી ત્યાં તો હવે રાજકીય પાર્ટીના નેતાઓ દારૂની મહેફિલ માણતા નજરે ચડતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દારૂની મહેફિલ માણી રહેલા નેતાઓ બીજું કોઈ નહિ પરંતુ શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ(BJP)ના જ છે. ભાજપના નેતાનો દારૂની મહેફિલ માણી રહેલ વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ(Viral video) થતા દારૂનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)ના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને વોર્ડ નંબર 16ના જ ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને જે મહેફિલમાં બેઠા હતા એમાંથી જ કોઈએ બંનેનો દારૂ પીતો વિડીયો બનાવી લીધો હતો, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે, બંને દારૂના ગ્લાસ પકડી વાતું કરતા સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યા છે. મહેફિલમાં અન્ય એક કે બે વ્યક્તિ પણ હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આ વાયરલ થઈ રહેલા વિડીયો મામલે ઠુમ્મરને પૂછવામાં આવતા તેમણે કહ્યુંં કે, વિડીયો મારી પાસે આવ્યો નથી તમે મોકલો તો જોઈને કહું, ત્યાર બાદ વિડીયો જોઈને કહ્યું કે, હા હું વિડીયોમાં દેખાઉં તો છું, કઈ જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હતી અને અન્ય કેટલા લોકો મહેફિલમાં હાજર હતા એ બાબત પૂછતાં કશો જવાબ આપ્યો ન હતો. આ વિડીયોમાં ‘અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ ગીત પણ વાગી રહ્યું છે.
આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ભાજપ પાર્ટી અને દારૂની મહેફિલ માણી રહેલા નેતાઓ પર ઉઠી રહ્યા છે કે, ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી નેતા પાસે દારૂ આવ્યો ક્યાંથી? શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના નેતા જ આવા દારૂના તાયફાઓ કરશે તો બીજાનું તો શું કહેવું? શું ભાજપ પાર્ટી આ હોદ્દેદારો પર કોઈ કાર્યવાહી કરશે કે નહિ તે તો જોવું જ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.