કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પાસેથી મળી આવ્યા અધધ… આટલા રોકડ રૂપિયા, પાર્ટીએ જાણો શું કરી કાર્યવાહી?

કોંગ્રેસ(Congress) દ્વારા ઝારખંડ(Jharkhand)ના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમના વાહનમાંથી મોટી રકમ મળી આવી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે હાવડામાં આ ધારાસભ્યોના એસયુવી 48 લાખની રોકડ જપ્ત કરી હતી અને ત્યારબાદ પૈસા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું.

કોંગ્રેસે રાંચીના ખિજરીથી ધારાસભ્ય રાજેશ કછપ, કોંગરી સિમડેગાના કોલેબીરાથી નમન વિક્સેલ કોંગારી અને જામતારાથી ઈરફાન અંસારી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. હાવડામાં આ ધારાસભ્યોના વાહનમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.

હાવડાના એસપી ગ્રામીણએ જણાવ્યું હતું કે, મળતી માહિતીના આધારે, પંચલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાનીહાટીમાં નેશનલ હાઇવે-16 પર નાકાબંધી કરીને વાહનને અટકાવવામાં આવ્યું ત્યારે ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તેમાં હતા. વાહનની તપાસ કરતાં તેમાંથી મોટી રકમ રોકડ મળી આવી હતી. આ રોકડની ગણતરી માટે મશીનો મંગાવવામાં આવ્યા છે.

જયરામ રમેશે ‘ઓપરેશન લોટસ’ કહ્યું. જયરામ રમેશે ટ્વીટ કર્યું, “ઝારખંડમાં બીજેપીનું ‘ઓપરેશન લોટસ’ આજે રાત્રે હાવડામાં ખુલ્લું પડી ગયું. દિલ્હીમાં ‘હમ દો’નો ગેમ પ્લાન ઝારખંડમાં કરવાનો છે જે તેઓએ મહારાષ્ટ્રમાં એકનાથ-દેવેન્દ્ર (E-D)ની જોડી દ્વારા બનાવ્યો હતો.”

ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષે ભાજપનું ષડયંત્ર જણાવ્યુ:
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોના વાહનના પૈસા મળ્યા બાદ પાર્ટીએ તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે આ ષડયંત્ર પાછળ ભાજપનો હાથ છે. તેઓ લાંબા સમયથી બિન-ભાજપ શાસિત રાજ્યમાં સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેણે મહારાષ્ટ્ર સરકારને કેવી રીતે અસ્થિર કરી તે જાહેરમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *