ગુજરાત(Gujarat): હવામાનની આગાહી(Weather forecast) અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી મુજબ, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી(Rain forecast) કરવામાં આવી છે.
આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા આજની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકશે. આજે અમદાવાદ શહેરમાં સારો એવો ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદ ખાબકશે.
બીજી તરફ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી:
અમે તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.’
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, ‘રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળ સપાટીમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની ખાબકી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.