ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ થઇ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મી તારીખને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ(Orange Alert) જાહેર કરી દેવામાં આવ્યું છે.
આગામી 16 તારીખના રોજ પણ અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સારા એવા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતના જળાશયોમાં હાલમં 74.62% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની મુશ્કેલી ગુજરાતના માથેથી ટળી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં હજુ 5 દિવસ સારો એવો વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિયથવાને કારણે રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.’
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.