સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક હચમચાવી દે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સસરાએ પોતાના પુત્રની સામે પુત્રવધૂને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલાના પતિ સિવાય બે વધુ મહિલાઓ રૂમની અંદર હાજર છે પરંતુ મહિલાની મદદ કરી શક્તિ નથી.
આ સમગ્ર મામલો નોઈડાના સેક્ટર 121નો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા છેલ્લા ચાર વર્ષથી ઘરેલુ હિંસાનો શિકાર બની રહી હતી. મહિલાના લગ્ન 2018માં વિવેક કુમાર સાથે થયા હતા. લગ્ન બાદ તે તેના પતિ અને પરિવારના સભ્યો સાથે નોઈડામાં રહેતી હતી. મહિલાએ જણાવ્યું કે તેના સસરા, પતિ અને સાળા ત્રણેય તેને છેલ્લા ચાર સમયથી મારતા હતા. તેના પરિવારના સભ્યોની સામે તેને ઘણી વખત માર મારવામાં આવ્યો છે.
આ ઘટના બાદ મહિલાએ તેના સસરા, પતિ અને સાળા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે પુરાવા તરીકે વીડિયો પણ પોલીસને સુપરત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. મહિલા સાથેની આ હિંસક વર્તણૂક જોયા પછી, તમે ચોંકી ઉઠશો.
Shocking incident reported from #Noida. Father-in-law thrashes woman in posh #CleoCounty society in front of husband, mother and brother. Hope #NoidaPolice is taking appropriate action.#Stopatrocitiesagainstwoman pic.twitter.com/X2FdGM9QCA
— Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022
આવી પ્રવુતિથી બચવા તમારા પાર્ટનરના હિંસક વર્તનને ઓળખો
રિલેશનશિપમાં આવ્યા પછી કે લગ્ન કર્યા પછી એ વાતનું ધ્યાન રાખો કે શું તમારા પાર્ટનરને વધુ ગુસ્સો કરવો, તમને મારવા કે તમારું અપમાન કરવા જેવી આદતો છે? કેટલીકવાર મહિલાઓ ઘરેલુ હિંસાના મામલામાં ચૂપ રહીને બધું સહન કરી લે છે. જ્યારે આમ કરવાથી પાર્ટનરની હિંમત દિવસેને દિવસે વધે છે.
ઘરેલું હિંસા માટે થઈ શકે છે ત્રણ વર્ષની જેલ
ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ સિવિલ કેસ છે, ફોજદારી કેસ નથી. તેથી દોષિતોને સજા કરતાં વધુ વળતરની જોગવાઈ છે. પરંતુ ઘરેલુ હિંસાના ઘણા મામલા છે, જેમાં ફોજદારી કેસ હેઠળ ઘણી વધુ કલમો પણ ઉમેરવામાં આવી છે. કલમ 498A હેઠળ ક્રૂરતા એ ગંભીર ગુનો છે. આવા કિસ્સામાં, આ કલમ હેઠળ સજા 1 વર્ષથી લઈને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. આ સાથે દંડ પણ ભરવો પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.