ગુજરાતે સિંહ જેવા બહાદુર પોલીસ અધિકારી ગુમાવ્યા, પરેશ ચાવડાનું 15 ઓગસ્ટે જ થયું હતું સન્માન અને હવે થયું અવસાન

2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર પરેશ ચાવડા (Paresh Chavda) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) માં ફરજ બજાવતા હતા. જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પોતાના પરિવાર સાથે જન્માષ્ટમી ઉજવવા જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલા ખોરસા આહીર ગામે તેઓ ગયા હતા. ત્યાર બાદ શનિવાર ના રોજ તેમના મિત્રો સાથે નજીક ના ડેમ માં નાહવા જવાનું નક્કી થયું અને બીજે દિવસે ત્યાં પહોચ્યા.

તેઓ જે ડેમ માં ન્હાવા ગયા તેનું નામ ખોરાસા ડેમ છે. આ ડેમ માં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. સાથે ગયેલા તેમના મિત્રો નું કહેવું છે કે તેઓ એ ઊંડા પાણી માં કુદકો માર્યો અને તેઓ ડૂબી ગયા અને ત્યાજ તેમનું મૃત્યુ થઇ ગયું. તેમના મિત્રો એ એમ પણ કહ્યું કે અમે તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ અમે તેને મદદરૂપ ના થઇ શક્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI પરેશ ચાવડાના કામથી સિનિયર અધિકારીઓ પણ પ્રભાવિત હતા.

પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુખાર આરોપીઓ સામે બાથ ભીડી લેનાર ASI પરેશ ચાવડાની એક બહાદુર અધિકારી તરીકેની છાપ હતી. હાલમાં તેઓ દાણીલીમડા પોલીસ લાઇન ખાતે પત્ની અને ચાર વર્ષના પુત્ર પૃથ્વી સાથે રહેતા હતા. નોકરીની સતત વ્યસ્થતા વચ્ચે પણ પરેશ ચાવડા સતત કસરત અને રનિંગ કરતાં હતા. પોતાની જેમ તેમનો મોટો દીકરો પણ શસક્ત રહે તે માટે નાનકડા દીકરા પૃથ્વીને પણ બગીચામાં પોતાની સાથે કસરત કરવા લઈ જતાં હતા. બે દિવસની રજા લઈ પોતાના ગામ ગયેલા પરેશ ચાવડા પાછા આવે તે પહેલા તેમના મૃત્યુના સમાચાર આવતા ક્રાઇમ બ્રાન્ચમાં શોકનો માહોલ છવાઈ ગયો.

હાલ પરેશ ચાવડા ઇન્સ્પેક્ટર સંજય દેસાઇના સ્કવોડમાં ફરજ બજાવતા હતા. 27 વર્ષીય પરેશ ચાવડા વિવિધ ઓપરેશનોમાં કરેલી નોંધપાત્ર કામગીરીને લઈ હાલમાં જ 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનરે તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *