ગુજરાતના કચ્છ (Kutch, Gujarat) સ્થિત આવેલા કબરાઉ ધામ (Kabrau Dham) માં મા મોગલ ના સ્વરૂપમાં બિરાજમાન મણીધર બાપુના દર્શને દરરોજ સેંગડો લોકો આવે છે. કહેવાય છે કે અહીં આવનારા દરેક લોકોની મનોકામના અને ઈચ્છાઓ મણીધર બાપુના સ્વરૂપમાં સાક્ષાત માં મોગલ પૂરી કરે છે.
શ્રદ્ધાળુઓ પણ મા મોગલ ની માનતા માને છે, અને પૂર્ણ થતા કબરાઉ ધામના દર્શને જતા હોય છે. મણીધર બાપુ હંમેશા લોકોને કહેતા હોય છે, કે અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખતા… માતાજીના શ્રદ્ધા હશે તો દરેક ઈચ્છાઓ પૂરી થશે.
હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મણીધર બાપુ ઢોલિયા પર મહેરબાન થાય છે અને રૂપિયાનો વરસાદ કરે છે. મણીધર બાપુ પોતાની શરણે આવેલા કોઈપણ લોકો પાસેથી રૂપિયા લેતા નથી પરંતુ મા મોગલ ની કૃપાથી બધું જ પરીવડે છે.
વીડિયોમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે, એક ઢોલિયો ઢોલ વગાડી રહ્યો છે અને બીજી બાજુ મણીધર બાપુ અને અનેક શ્રદ્ધાળુઓ બેઠા છે. ત્યારે મણીધર બાપુ આ ઢોલિયા ઉપર રૂપિયાનો વરસાદ કરી પોતાની અસીમ કૃપા વરસાવી રહ્યા છે. કહેવાય છે કે, જો મનથી ભગવાનમાં શ્રધ્ધા હોય તો, ભગવાન દરેકની મનોકામના પૂરી કરે છે. અનેક લોકો પિતાની ઈચ્છા કે મનોકામના પૂરી કરવા તેમના કુળદેવી કે કુળદેવતાની માનતા માને છે, અને પૂર્ણ થતા જ ભગવાનનો આભાર વ્યક્ત કરવા પોતાની માનેલી માનતા પૂર્ણ કરે છે. તેવી જ રીતે કબરાઉ ધામમાં દરરોજ સેકંડો લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા અહિયાં દર્શને આવી પહોચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.