દીકરીની હત્યાના આઠ દિવસ પછી પણ નથી સુકાયા માતા-પિતાના આંસુ- જણાવી કાળજું ધ્રુજાવી દેતી આપવીતી

હજુ થોડા સમય પહેલા જ ખેડા(Kheda) જિલ્લામાં ગ્રીષ્મા વેકરિયા(Grisma Vekaria) જેવો હત્યાકાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. થોડા સમય પહેલા જ ખેડા જિલ્લાના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે સાંજના સુમારે એકતરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનું ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, નરાધમે હત્યા બાદ છરીથી હાથ ઉપર પણ કાપા માર્યા હતા.

આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, ‘એ દિવસે મારે નાઇટ શિફ્ટ હતી. મારે સાત વાગ્યે નોકરી પર જવાનું હતું. દીકરીને પણ મંદિરે જવું હતું. એ દિવસે તેણે મને કહ્યું- પપ્પા, ઊભા રહો, મારા હાથની ચા પીવડાવું. તમે ચા પીને નોકરી જાઓ. એ કોઈ દિવસ ચા બનાવતી નહોતી, પણ એ દિવસે સ્પેશિયલ ચા બનાવી. મને પીવડાવી. ત્યાર બાદ એ મંદિરે જવા નીકળી અને હું નોકરીએ ગયો. થોડીક જ વારમાં મારી પત્નીનો ફોન આવ્યો. પાછા આવીને જોયું તો એ નરાધમે મારી લાડલીને રહેંસી નાખી હતી.’

દીકરી ફ્રૂટી લેવા ગઈ અને..
મળતી માહિતી અનુસાર, કૃપાના પિતા દિલીપભાઈને 3 સંતાન હતાં, જેમા બે દીકરી અને એક દીકરો છે. કૃપા વચેટ હતી. આ અંગે દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું, ‘એ શ્રાવણ મહિનો કરતી હતી. એ દિવસે એ ઘરેથી મંદિર જવા નીકળી હતી અને મહાદેવજીની આરતી પતાવીને પછી ઘરે આવી. તેને ઉપવાસ હતો એટલે એ ફરી દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ. ત્યાં પેલો (રાજુ પટેલ) પાછળથી આવીને છરીના ઘા મારીને નાસી ગયો.

દિલીપભાઇએ કહ્યું હતું કે, આ ઘટના બની ત્યારે સાંજના 7.15થી 7.30ની આસપાસનો સમય હતો. હું ગામમાં રહું છું અને મંદિર તળાવ પર છે. ઘટનાસ્થળથી મારું ઘર અડધો કિલોમીટર જેટલું દૂર છે. ઘટના બાદ આરોપી ગામમાં ક્યાંક નાસી ગયો હતો. 10 મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી. પછી પોલીસ પકડી લીધો હતો. હત્યારો મારા ઘરથી 10 મિનિટના અંતરે આવતા બીજા ફળિયામાં રહે છે.’

દીકરીને બ્યૂટિપાર્લરનો શોખ હતો:
વધુમાં જણાવ્યું હતું કે, તેની સાથે જે છોકરી હતી, તેણે કહ્યું કે, એ વખતે દુકાન પર કોઈ નહોતું. દુકાન આગળ ઓટલો છે, તેઓ ત્યાં ઠંડુ લેવા ચઢ્યા ત્યારે પેલો પાછળથી આવી છરીના ઘા મારી ત્યાંથી નાસી ગયો, એટલે તેની મિત્ર ઘરે દોડતી દોડીતી આવી અને મારી પત્નીને ઘટના વિશે કહ્યું.

દીકરી એ અમને તો કંઈ જણાવ્યું જ નહોતું નહીં તો..
દિલીપ ભાઈએ આગળ જણાવ્યું હતું, ‘દીકરી એ અમને તો કંઈ જણાવ્યું જ નહોતું. જો દીકરીએ અમને કંઈક કહ્યું હોત તો હું તેની પર એક્શન તો લેત. અમે પહેલેથી તેને ઓળખતા હતા, પરંતુ તે આવું કંઈ કરશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું. મારી દીકરીએ પણ ક્યારેય એવું નહોતું કે કહ્યું કે તે મને હેરાન કરે છે, કારણ કે એ 46-47 વર્ષનો એટલે કે મોટી ઉંમરનો છે.

રાજુએ છ મહિના પહેલાં પણ એક બાળકીની છેડતી કરી હતી:
વધુમાં દિલીપ ભાઈએ કહ્યું હતું, ‘પહેલાં એના વિષે સાંભળ્યું હતું કે એણે 8-9 વર્ષની બાળકીની છેડછાડ કરી હતી. એ પછી છોકરીની માતા એને બોલી હતી અને બાળકીના પિતાએ ફટકાર્યો માર્યો હતો. એના ઘણાં સમય પહેલા લગ્ન થયાં હતા. પછી છૂટું થઈ ગયું હતું. એ વ્યક્તિ એના ઘરમાં એની માતા સાથે ઉપર રહેતો જ્યારે એનો મોટોભાઈ એના પરિવાર સાથે નીચે રહેતો હતો.’

માહોલ એવો છે કે બીજી દીકરીઑ પણ બહાર નીકળતી નથી:
દિલીપ ભાઈએ આગળ જણાવ્યું હતું, ‘હવે બીજી દીકરીઓ પણ બહાર નીકળતા ડરે છે. આજે સવારે એની સ્કૂલવાળા પણ મળવા આવ્યા હતા. આ બનાવ બન્યો ત્યારે એની બહેનપણી સાથે હતી. એ જરાયે ડરતી નથી. પોલીસને એણે બધા જવાબ ફટાફટ આપી દીધા હતા. પોલીસે પણ તેની પીઠ થાબડીને કહ્યું હતું, ‘બેટા, ગામમાં તું એકલી જ મર્દ લાગે છે.’ મારી એક જ માગણી છે કે આરોપીને જાહેરમાં ફાંસી થવી જોઈએ. જેથી બીજું કોઈ પણ આવું કરતાં પહેલાં વિચાર કરે.’

ખબર નહીં કઈ ઘડીએ આવ્યો અને…
કૃપાની મમ્મીએ કહ્યું હતું, ‘દીકરી શ્રાવણ મહિનો કરતી હતી. એટલે એણે મને કહ્યું હતું, ‘મમ્મા મારે ઠંડુ પીવું છે.’ મેં તો બીજા દિવસે લઈ આપવાની વાત કરી હતી. પછી મેં જ પૈસા આપ્યા અને તે દુકાને લેવા લઈ હતી. ખબર નહીં કંઈ ઘડીએ એ આવ્યો અને દીકરીને પાછળથી મારી ગયો. સામેથી આવ્યો હોય તો દેખાયો હોત.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *