ગુજરાત(Gujarat): હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં એકવાર અગામી 4 દિવસ ફરી હળવાથી ભારે વરસાદ(Heavy rain)ની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
થોડા સમય બાદ ગઇકાલે ફરી ગુજરાતમાં મેઘરાજાએ કરી હતી પધરામણી:
અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાના વિરામ પછી ગઇકાલના રોજ રાજ્યમાં ફરી મેઘરાજાએ પધરામણી કરી હતી. ગઇકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ગઇકાલે વડોદરામાં એક અઠવાડિયાના વિરામ બાદ સારો વરસાદ વરસ્યો હતો. વાત કરવામાં આવે તો શહેરના કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ પછી વરસાદનું આગમન થતાં શહેરીજનોને બફારામાંથી રાહત મળી હતી.
બીજી બાજુ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગઈકાલે અમરેલી, અને ગીર સોમનાથના કેટલા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સાથે જ રાજુલા પંથકમાં લાંબા વિરામ પછી વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સાથે જ વાત કરવામાં આવે તો આંબરડી ગામ, મિતિયાળા, જાબાળ, ધજડી, કૃષ્ણગઢ ગામ તેમજ રાજુલાના છતડીયા, ભેરાઈ, વડ, ભચાદર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો. ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો રહેતા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. સાથે જ વેરાવળ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ઉપરાંત કચ્છમાં ભુજ, માધાપર સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ પૂર્વમાં જામ્યો વરસાદી માહોલ:
એક અઠવાડિયા પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરના ખોખરા, હાટકેશ્વર, કાંકરિયા, અમરાઈવાડી, વટવા, વસ્ત્રાલ, જશોદાનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. જેના લીધે અમદાવાદીઓને ભારે ગરમીમાંથી રાહત મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.