એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત (Aam Aadmi Party, Gujarat) વિધાનસભા જીતવા દિલ્હી (Delhi) માં થયેલા શિક્ષણ અને આરોગ્યમાં આપવામાં આવતી સુવિધાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, ત્યારે આ દાવાઓને પોકળ સાબિત કરતી ઘટના દિલ્હીની એક સરકારી શાળામાંથી સામે આવી છે. આ એક ઘટનાએ દિલ્હી સરકારના પોકળ દાવાની પોલ ખોલી નાખી છે.
મળતી માહિતી અનુસાર, દિલ્હીના નાંગલોઈમાં આવેલી એક સરકારી શાળામાં દુર્ઘટના થઈ હતી. જેમાં શાળાના એક ક્લાસરૂમમાં સીલીંગ ફેન ક્લાસમાં હાજર વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો હતો. પંખો પડતા જ બે વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખરેખરમાં આ ઘટના દિલ્હીની બહાર નાગલોઈ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાની છે. વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલો ક્લાસ હાલતમાં હતો. ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હતા. અભ્યાસ દરમિયાન અચાનક જ સીલીંગમાં લાગેલો પંખો ધડામ દઈને વિદ્યાર્થીનીના માથા પર પડ્યો હતો, સાથો સાથ બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને પણ ઈજા થઈ હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઇ હતી, જેને તાત્કાલિક સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર થઈ ખસેડવામાં આવી. જાણવા મળ્યું છે કે પ્રાથમિક સારવાર બાદ વિદ્યાર્થીનીને શાળામાં પરત મોકલી દેવામાં આવી હતી.
ઘટના બાદ શાળાના વહીવટી તંત્રએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી અને બાળકીને ઘરે મોકલી દીધી હતી. વાત અહીંયા જ પૂરી નથી થતી, ઘરે પહોંચતા જ વિદ્યાર્થિની વારંવાર બેભાન થવા લાગી હતી. તાત્કાલિક આ વાતની જાણ પરિવારજનોએ સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને આપી હતી.
બાળકીની હાલત જોતા પરિવારજનો એ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં હજુ પણ વિદ્યાર્થીનીની સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે માથાના ભાગે પંખો પડતા ગંભીર ઈજા થવા પામી છે, આ કારણે બાળકીને વારંવાર ચક્કર આવી રહ્યા છે. ઘટના અંગે જોઈએ તો, વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી બાજુ અન્ય વિદ્યાર્થીઓનું કહેવું છે કે, શાળાના વર્ગખંડમાં અવારનવાર છત પરથી પાણી પડી રહ્યું છે.
દિલ્હીના વિકાસને લુલા સાબિત કરતી ઘટના પર ભાજપ નેતા મનોજ તિવારીએ દિલ્હી સરકારના શિક્ષણ મોડલ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ભાજપ નેતાએ વધુમાં કહ્યું હતું કે, શરૂ ક્લાસે બાળકી પર પંખો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, અને ત્યારે હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે જુજ્મી રહી છે. મીનાક્ષી લેખીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ખરેખરમાં આ છે કેજરીવાલ સરકારની વલ્ડ ક્લાસ સ્કૂલની સ્થિતિ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.