ગુજરાત(Gujarat): રાજ્યમાં વલસાડ(Valsad) જિલ્લાના વાપી પહોંચેલી કોંગ્રેસ(Congress)ની પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના એક નેતાએ બફાટ કર્યો હોવાને કારણે ચર્ચાનો વિષય બન્યા છે. તમને જણાવી દઈએ કે, યુથ કોંગ્રેસના પ્રમુખ(Youth Congress President) હરપાલસિંહ ચુડાસમા(Harpal Singh Chudasma)એ બોલવામાં બાફી નાખ્યું હતું. વાપી ખાતે ભાષણ કરતા સમયે કોંગ્રેસના નેતાની જીભ લપસી જતા કોંગ્રેસ પાર્ટીને શરમાવે તેવી ઘટના બની હતી.
જો વાત કરવામાં આવે તો યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની જીભ લપસી ગઈ હતી. તેમણે જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ બોલતા જ લોકો તાળી પાડવા લાગ્યા હતા. જો કે આ વાત અહીયા જ પુરી નથી થતી. દેવા માફીની વાત કરીને તરત જ નેતાજીએ બફાટ કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વાપીમાં એક કાર્યક્રમ દરમિયાન ભાંગરો વાટ્યો હતો. યુવા પરિવર્તન યાત્રા દરમિયાન લોકજનોને સંબોધન કરતા કહ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ જ કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ અને કોંગ્રેસ સાફ. હરપાલસિંહ ચુડાસમાની જીભ લપસી જવાને કારણે તેમણે પોતાની જ પાર્ટીને સાફ કરવાની વાત કરી દીધી હતી. જો કે બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારી લીધી હતી.
નેતાજીએ જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ જ કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ અને કોંગ્રેસ સાફ. પરિવર્તન યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓના બફાટથી લોકોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. હરપાલસિંહ ચુડાસમાએ પોતાની એક ભૂલથી પોતાની જ પાર્ટીને સાફ કરવાની વાત ભરી સભામાં કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.