મોટા ઉપાડે સાપને કિસ કરવી યુવકને મોંઘી પડી ગઈ, સાપે એવા હાલ કર્યા કે…. -જુઓ વિડીયો

વાયરલ(Viral): કર્ણાટક(Karnataka)ના શિવમોગા(Shivamogga)માંથી એક દિલધડક વિડીયો(Viral Video) સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિને કોબ્રા સાપને કિસ કરવી ભારે પડી ગઈ હતી. બચાવકર્તાએ કોબ્રાને કિસ કરવાનું શરૂ કર્યું કે તરત જ તેણે યુવકના હોઠને ડંખ માર્યો. ઘટના બાદ યુવકની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી મુજબ એલેક્સ અને રોની નામના બે યુવકોએ રહેણાંક વિસ્તારોમાંથી સાપને રેસ્ક્યુ કરે છે. પછી તેઓ તેમને સલામત રીતે જંગલમાં છોડી દે છે. બુધવારે તેમને માહિતી મળી હતી કે, લગ્ન વાળા ઘરમાં બે કોબ્રા સાપ જોવા મળ્યા હતા. બંને યુવકોએ સ્થળ પર પહોંચીને સાપને રેસ્ક્યુ કર્યા હતા.

રેસ્ક્યુ બાદ યુવક કોબ્રા સાથે રમવા લાગ્યો હતો:
દરમિયાન, એલેક્સને શું વિચારવું તે ખબર ન પડી અને તેણે કોબ્રા સાથે રમવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે કોબ્રાને કિસ કરવાનું શરૂ કર્યું, પછી કોબ્રાએ તેને તેના હોઠ પર ડંખ માર્યો. ઘાયલ એલેક્સને તાત્કાલિક મેકગન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે, સમયસર સારવારને કારણે યુવકનો જીવ બચી ગયો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે.

કોરબામાં સાપ કરડવાથી યુવકનું મોત:
હાલમાં જ છત્તીસગઢના કોરબાથી એક સમાચાર સામે આવ્યા છે. મામલો પોડી બ્લોકના રિંગનિયા ગામનો છે. અહી રહેતો ધનસે તેની વાડીએ ગયો હતો. આ દરમિયાન એક ઝેરી સાપે તેને ડંખ માર્યો હતો. તેને હોસ્પિટલ લઈ ગયા બાદ પરિવાર તેને બૈગા પાસે લઈ ગયો અને વળગાડ કરાવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં સમયસર સારવાર ન મળવાથી યુવકના શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *