અનોખી શૈલીથી ગરેબે ઘૂમ્યા મમતા દીદી… વિડીયો જોઈ લોકોએ એવી-એવી કોમેન્ટો કરી કે વાંચી ખખડી પડશો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) નવરાત્રી દરમિયાન કોલકાતામાં ઢોલ વગાડી ગરબા રમતા જોવા મળ્યા હતા. આ જ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે હાથમાં દાંડિયા લઈને એકલા એકલા ગરબા રમી રહ્યા છે. આ વીડિયો પર લોકો ઝાટકણી કાઢતા અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ગ્રુપમાં ગરબા રમી રહ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી થોડે દૂર ઉભા રહીને હાથમાં દાંડિયા લઈને એકલા ગરબા રમવામાં વ્યસ્ત છે. 30 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીજેપીના ઘણા નેતાઓએ પણ આ વીડિયો શેર કરીને મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો છે.

ભાજપના નેતાઓએ ઝાટકણી કાઢી
ભાજપના પ્રવક્તા અજય શેરાવતે આ વીડિયોને હસતા ઇમોજી સાથે શેર કર્યો અને પૂછ્યું કે એકલા ગરબા કોણ કરે? બીજેપી નેતા બ્રિજેશ રાયે પૂછ્યું – મમતા દીદી એકલા ગરબા કોણ રમે? બીજેપી નેતા કમલજીતે મમતા બેનર્જીના વીડિયો પર ટિપ્પણી કરી હતી કે મમતા દીદી દેખાડો કરવા માટે એકલા ગરબા રમી રહ્યા છે.

લોકોની પ્રતિક્રિયાઓ…
બિંદિયા રાજપૂત નામના યુઝરે આ વીડિયો સાથે લખ્યું- મમતા બેનર્જી ગરબા કરે છે કે સ્કૂલ પીટી?
દુર્વાશા નંદ સરસ્વતીના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘દીદી ગરબા હૈ, યોગ નહીં.’
આ વીડિયોને અન્ય એક સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને ટિપ્પણી કરવામાં આવી હતી – મમતા બેનર્જીએ ગુજરાત ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, સારું દીદી તમે જે કરી રહ્યા છો તે ગરબા નથી પરંતુ સ્કૂલમાં છોકરાઓ કરે તેવી પાર્ટી છે.

અનુભવ શુક્લા નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, જેઓ પૂછે છે કે મમતા દીદીએ બંગાળમાં શું કર્યું… તો આ વીડિયો જોઈને તેમણે સમજવું જોઈએ કે તે જેમ ગરબા રમી રહ્યા છે તેમ જ સરકાર પણ ચલાવી રહી છે.
નાગેશ નામના યુઝરે લખ્યું- ‘ચૂંટણી માટે રાજકારણીને શું-શું કરી રહ્યા છે’
રોકી શર્મા નામના ટ્વિટર હેન્ડલ પરથી ટિપ્પણી – લાગે છે કે મમતા દીદી ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિકને નિયંત્રિત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *