સુરત(SURAT): શહેર માં થોડા વર્ષો પહેલા હજીરા ખાતે રોરો ફેરી ની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.હાલ રોડ દ્વારા જતાં થોડી લાંબી મુસાફરી કરવી પડે છે.ત્યારે આ રોરો ફેરીની સેવા શરૂ થતાં પરિવાહનના સમયમાં ઘટાડો થાય છે.સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબજ લાભદાયી આ સુવિધા કે જેનાથી ખુબ ઓછા સમય માં લાંબુ અંતર કપાય છે એવી રોરો ફેરી.
હાલ તો આ રોરો ફેરી મુસાફરી કરતાં લોકો માટે ઉપાડવાના સમય ને ચર્ચા માં આવ્યું છે,યાત્રિકો રોરો ફેરી ના સમયગાળા માં ફેરફાર થવાને કારણે હેરાન-પરેશાન થઇ રહ્યા છે.મોદીએ આ જ પ્રોજેક્ટને ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો હતો.પરંતુ હાલ લોકો તેમની અયોગ્ય સેવા ને લઈને પરેશાન છે.આજ રોજ રોરો ફેરીની મુસાફરી કરનાર લોકો લાલઘુમ થયા હતા કારણ કે રો રો ફેરી ઉપાડવાનો સમય 8.00 વાગ્યાનો સમય આપ્યા બાદ હવે તે 11.00 વાગે ઉપાડવાની હતી.
રો-રો ફેરી ઉપાડવાના સમય માં ફેરફાર થવાને લઇને લગભગ 1000 યાત્રીઓ હેરાન થયા. દરેક યાત્રિકો હાલ અયોગ્ય વ્યવસ્થાને લઈને સરકાર ને રજુઆતો કરી રહ્યા છે, કે વારંવાર અને દર વર્ષે આવી પરિસ્થિતિ આવી પહોંચે છે.અને દરવખતે આ રો-રો ફેરી ઉપાડવાના સમય ને લઈને જ સમસ્યાઓ સર્જાય છે.
રો-રો ફેરી ની મદદથી દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું મુસાફરીનું અંતર ઓછુ થઇ જાય છે પરંતુ આ પ્રશ્નોને લઈને આવી સુવિધાઓ પણ નિષ્ફળ નીવડતી હોઈ છે.આ રો-રો ફેરી ની સુવિધા માં ક્યારેક એવી એવી પરિસ્થિતિઓ આવે છે, જેનાથી મુસાફરીઓ માટે મુશ્કેલીનો સવાલ ઉભો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.