ભોપાલ (Bhopal)ના રાયસેન રોડ પર આવેલી હોટલના છઠ્ઠા માળેથી પિતા-પુત્ર પડી ગયા હતા. આ અકસ્માત(accident) રવિવારે રાત્રે 10 વાગ્યે થયો હતો. પિતા-પુત્ર કોન્ટ્રાક્ટર અને એક કામદાર સેન્ટરિંગ ગોઠવી રહ્યા હતા. આ દરમિયાન ધક્કો લાગવાથી લાકડાનો થાંભલો લપસી ગયો હતો. જેના કારણે ત્રણેય 70 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયા હતા. તેમના પર દિવાળી સુધીમાં કામ પૂર્ણ કરવાનું દબાણ હતું.
મળતી માહિતી અનુસાર, પિતા રમેશ (50) અને પુત્ર મોહિત (21) સેન્ટરિંગ કોન્ટ્રાક્ટર હતો. તેણે હોટલના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. ચાર મહિનાથી હોટલમાં કામ ચાલતું હતું. રવિવારે રાત્રે 10 વાગ્યે, તે તેના પુત્ર મોહિત અને મજૂર બદ્રી સાથે હોટલના પાછળના ભાગમાં 6ઠ્ઠા માળે કામ કરી રહ્યા હતા.
આ રીતે થયો અકસ્માત.. પિતા બાદ પુત્ર નીચે પડ્યો, પુત્ર પર મજૂર…
સેન્ટરિંગ સેટ કરતી વખતે ત્રણેય બે ફૂટના અંતરે હતા. એકાએક સેન્ટ્રિંગનો એક થાંભલો નીચેથી સરકી ગયો. જેને પગલે પહેલા રમેશ નીચે પટકાયા હતા, ત્યારબાદ તેનો પુત્ર અને ત્યારબાદ મજુર નીચે પડ્યો હતો. 15 મિનિટ સુધી, ત્રણેય સ્થળ પર જ પડ્યા હતા.
હોટલનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો:
હોટલના સ્ટાફે ત્રણેયને ગંભીર હાલતમાં શહેરની જ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં પિતા-પુત્રનું મોત થયું હતું. ડૉક્ટર હરિઓમ વર્માએ જણાવ્યું કે મજૂર બદ્રીની પાંસળીઓ તૂટી ગઈ છે. માથા અને મગજની ઇજાઓ થઈ છે. સમગ્ર ઘટનામાં હોટલ માલિકની બેદરકારી સામે આવી છે. કામ કરતા લોકો માટે સલામતીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. રાત્રે કામ ચાલતું હતું. હાલ બીલખીરીયા પોલીસ સ્ટેશન આ કેસની તપાસમાં રોકાયેલ છે.
પરિવારે કહ્યું- અમે પહોંચ્યા ત્યારે દીકરો મરી ગયો હતો…
આ અંગે પરિવારજનોએ જણાવ્યું કે તેમને અકસ્માતના 1 કલાક બાદ ઘટનાની જાણ થઈ. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં મોહિતનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને રમેશ વેન્ટિલેટર પર હતા. મોહિત અને રમેશ ઘરના એકમાત્ર કમાનાર હતા. મોહિતને ચાર બાળકો છે. સૌથી નાનો 6 વર્ષનો પુત્ર છે. દિવાળી સુધીમાં કામ પૂર્ણ કરવાનું દબાણ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.