હાલ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ (Bollywood)ના દિગ્ગજ કોમેડિયન(Comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastava) બાદ વધુ એક હાસ્ય કલાકારે દુનિયાને અલવિદા કહી દીધુ છે. માહિતી મળી આવી છે કે, ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ(Great Indian Laughter Challenge)’ની પહેલી સિઝનના પાંચ ફાઈનલિસ્ટમાં આવીને ખ્યાતનામ થયેલા જાણીતા કોમેડિયન પરાગ કંસારા (Parag Kansara)નું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને અહેસાન કુરેશીના ખાસ મિત્ર પરાગ કંસારાએ આજે તેમના વડોદરા સ્થિત નિવાસે અંતિમ શ્વાસ લીધા હતા.
ગુજરાતના રહેવાસી હતા પરાગ કનસારા:
પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ લાંબા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતાા. પરાગ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સ્પર્ધક તરીકે દેખાતા હતા. આ શો ભારતીય ટેલીવિજનનો પહેલો એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટો મંચ આપવાનુ કામ કર્યુ હતુ. પરાગને આ શો દ્વારા ઘેર ઘેર ઓળખ મળી હતી.
મિમિક્રી આર્ટિસ્ટ તરીકે ખૂબ નામના મેળવી:
‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માંથી ખ્યાતનામ થયેલા વડોદરાના પરાગ કંસારાના નિધનના સમાચાર મળતાની સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ત્યારે વડોદરાના જાણીતા કોમેડિયન પરાગ કંસારાએ કોમેડીક્ષેત્રના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવ સહિતના દિગ્ગજો સાથે કામ કર્યું હતું અને તેમણે મિમિક્રી આર્ટિસ્ટ તરીકે ખૂબ નામના મેળવી હતી. તેમણે નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુનીલ પાલ અને ભંગવત માન સાથે કામ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, તેમના ગોરવા ખાતેના નિવાસસ્થાનેથી આજે સાંજે સ્મશાનયાત્રા નીકળશે.
પરાગ કંસારાની છેલ્લી પોસ્ટ: ‘શાયદ હમ ભી જીત જાતે…ફીર સે હમ હાર ગયે’
પરાગ કંસારાએ સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ 22 સપ્ટેમ્બરે રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હર જગહ ટાઇમ સે પહેલે પહોંચના જીનકી ખાસિયત રહી હૈ, આજ ફીર સે સાબિત કર દિયા એન્ડ પહોંચ ગયે..,હમ સે પહેલે… થોડે દિન…મહિને…સાલ..લેટ હો જાતે…તો શાયદ હમ ભી જીત જાતે…ફીર સે હમ હાર ગયે.. મીસ યુ રાજુભાઈ…’ આવું કહી તેમણે રાજુ શ્રીવાસ્તવને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.