સ્કેટિંગ રાસ રમી બાળકોએ આકર્ષણ જમાવ્યું – કર્યો એવો અદ્ભુત ડાન્સ કે લોકો જોતા જ રહી ગયા

કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રીનું ભવ્ય આયોજન સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવ્યું હતું. આ વર્ષે સૌ કોઈ ખેલૈયાઓ મન મુકીને ગરબે જુમ્યા હતા. અલગ અલગ જિલ્લાઓમાં મોટી મોટી રમઝટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ખેલૈયાઓ અલગ અલગ થીમ આધારિત ગરબે ઘુમ્યા હતા. કોઈએ અવનવા સ્ટેપ રમીને તો કોઈએ અવનવી વેશભૂષા ધારણ કરીને સોશિયલ મીડિયામાં નામ બનાવ્યું છે.

ત્યારે જુનાગઢના વંથલીના શાપુરમાં સ્કેટીંગ પર રાસ રમતી બાળાઓના રાસ એ ધૂમ મચાવી હતી. જય અંબે ગરબી મંડળ ખાતે નાના બાળકોના ગ્રુપે સ્કેટિંગ રસ ગરબા કર્યા હતા. જેને જોઇને હાજર સૌ પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. શાપુર (સોરઠ) ખાતે જય અંબે ગરબી મંડળ ખાતે ચાલતી રસની રમઝટ વચ્ચે જૂનાગઢ શિવ ગ્રુપના બાળકો અને બાળાઓ દ્વારા કરવામાં આવેલા આ સ્કેટીંગ રાસ ગરબાના કારણે કઈક અલગ જ માહોલ જામ્યો હતો. આ આબેહુબ સ્કેટિંગ રાસ જોઈ ગરબી જોવા આવેલા તમામ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

સાથે જ આ બાળકો એ માતાજીની કથા પણ પ્રસ્તુત કરી હતી. નવરાત્રીના અંતિમ દિવસે રજુ કરવામાં આવેલી આ કૃતિમાં સ્કેટીંગ પર રાસ રમતા રમતા માતાજી બનેલ બાળાએ મહિસાસુર રાક્ષસનો વધ કર્યો હતો. અદ્ભુત રસની રમઝટ અને માતાજીની કથાની આ કૃતિ વચ્ચે એકદમ ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ આબેહૂબ દ્રશ્યો જોઈ હાજર લોકો બાળકોની કલા પર આફરીન પોકારી ગયા હતા.

જયારે આ અંગે બાળકોના સ્કેટીંગ કોચ કિર્તીબેન ધાનાણી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢના શિવ ગ્રુપના આ બાળકો જુનાગઢ ઉપરાંત બીજા શહેરોમાં પણ રાસ રમવા જાય છે. આ બાળકો મુંબઇ સ્કેટીંગ ડાન્સમાં પ્રથમ ક્રમે આવેલ છે. જયારે ગર્વની વાત તો એ છે કે, સતત 6.30 કલાક સ્કેટીંગ કરીને તેમણે ‘ગુજરાત બુક ઓફ રેકોર્ડ’ માં નામ મેળવી સમગ્ર જુનાગઢ જીલ્લાનું નામ રોશન કર્યું છે. નાની ઉમરમાં આ ગ્રુપના તમામ બાળકો એ સારું એવું નામ બનાવી લીધું છે જે ખુબ જ મોટી વાત કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *