હરિયાણા(Haryana)ના ગુરુગ્રામ(Gurugram)માં રવિવારે વરસાદી પાણીથી ભરેલા તળાવમાં ન્હાતી વખતે છ બાળકો ડૂબી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, ડૂબનારાઓમાં તમામ છ છોકરાઓ હતા, જેમની ઉંમર આઠથી 13 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. તમામ બાળકોના મૃતદેહ(Six children died) મળી આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ દુર્ગેશ, અજીત, રાહુલ, પીયૂષ, દેવા અને વરુણ તરીકે થઈ છે. તમામ શંકર વિહાર કોલોનીના રહેવાસી હતા અને રવિવારે બપોરે તળાવમાં ન્હાવા ગયા હતા.
ડીએમ નિશાંત યાદવે જણાવ્યું કે, ગુરુગ્રામમાં તમામ 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. તમામ બાળકોની ઉંમર 8 થી 13 વર્ષની વચ્ચે હતી. જો અન્ય કોઈ બાળક ગુમ હોય તો અમને જાણ કરવા માટે અમે સ્થાનિક વિસ્તારમાં જાહેરાત કરી રહ્યા છીએ. જરૂર પડશે તો અમે ફરીથી તળાવની શોધ કરીશું અથવા તેનું પાણી કાઢી લઈશું.
આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સિવિલ ડિફેન્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અભિયાન ચાર કલાક સુધી ચાલ્યું હતું.
પોલીસે જણાવ્યું કે મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અને સોમવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ગુરૂગ્રામના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ યાદવે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે આવા હંગામી તળાવોને ઓળખીશું અને તેમાંથી પાણી ખેંચીશું જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.