ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) કાલે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ દાહોદ(Dahod)માં વિશાળ જાહેર સભાને સંબોધીત કરી હતી. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વડોદરા(Vadodara)માં તિરંગા યાત્રામાં ભાગ લીધો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વડોદરામાં રાત્રી રોકાણ કર્યું હતું. બીજે દિવસે 9 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા એરપોર્ટથી નીકળી સુરત એરપોર્ટ(Surat Airport) થઇને વલસાડ પહોંચ્યા.
વલસાડના ધરમપુરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ વનરાજ કોલેજમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. સભા બાદ સુરતના કડોદરા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભામાં ભાગ લેવા રવાના થયા અને ત્યાર બાદ સુરત એરપોર્ટ પર પહોચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ચારે તરફ પરિવર્તનની આંધી ચાલી રહ્યી છે. ચારે બાજું લોકો પરિવર્તન ઈચ્છે છે. 27 વર્ષ પછી લોકો એક આશા રાખે છે. કારણ કે 27 વર્ષમાં તેમને ભ્રષ્ટાચાર અને કુશાસન સિવાય કંઈ મળ્યું નથી. લોકોએ વિશ્વાસ કરીને તેમને 27 વર્ષ આપ્યા, હવે લોકો પરિવર્તન ઈચ્છે છે અને સમગ્ર ગુજરાતમાં આંધી ચાલી રહ્યી છે.
ઉમેરતા કહ્યું હતું કે, રસપ્રદ વાત એ છે કે, જ્યારથી IBનો રિપોર્ટ આવ્યો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હવે બંને પાર્ટીઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ રહી છે. રાત્રે 12:00 વાગ્યે, 1:00 વાગે એમની મીટિંગ થાય છે અને બીજા દિવસે બંને પાર્ટી એક જ ભાષા બોલી રહ્યી છે. ભાજપ કોંગ્રેસને ગાળો નથી આપતી, કોંગ્રેસ ભાજપને ગાળો નથી આપતી, બંને મળીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ગાળો આપે છે. એક જ ભાષામાં બંને ભેગા થઇને ગાળો આપે છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા ભાજપને બે સવાલ છે. પહેલો સવાલ એ છે કે, તમારું અને કોંગ્રેસનું સેટિંગ શું છે? અમને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના મોટા નેતાઓ પણ અહીં પ્રચાર કરવા માટે નથી આવતા, તો બંનેની વચ્ચે જબરદસ્ત સેટિંગ થયું છે. તો મને જણાવો કે તમારા બંને વચ્ચે શું સેટિંગ છે? અને બીજો પ્રશ્ન એ છે કે, જ્યારે અમે કહીએ છીએ કે અમે ગુજરાતની જનતાને સારી શાળાઓ આપીશું ત્યારે બંને પાર્ટીઓ તેનો વિરોધ કરે છે. તેઓ એવું નથી ઈચ્છતા કે ગુજરાતના બાળકો સારું શિક્ષણ મળે.
વધુમાં ઉમેરતા કહ્યું છે કે, તેમની ગુજરાતના બાળકો સાથે શું દુશ્મની છે? અમે કહીએ છીએ કે ગુજરાતમાં સારી હોસ્પિટલો બનાવીશું. ત્યારે બંને તેનો વિરોધ કરે છે. તે નથી ઈચ્છતા કે ગુજરાતની જનતાને સારી આરોગ્ય સેવાઓ મળે. અમે કહીએ છીએ કે. અમે ગુજરાતની જનતાને મફત વીજળી આપીશું. ભાજપ હિમાચલ પ્રદેશમાં જઈને કહે છે કે, અમે મફત વીજળી આપીશું. પશ્ચિમ બંગાળ જઈને કહે છે કે મફત વીજળી આપીશું. અને ગુજરાતમાં આવીને તેઓ કહે છે કે ગુજરાતીઓને મફત વીજળી ન મળવી જોઈએ. ગુજરાતની જનતા સાથે શું દુશ્મની છે. આ બે સવાલોના જવાબ ભાજપ આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.