ભારત ક્રિકેટ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે કે નહિ? BCCI તરફથી જય શાહએ કરેલી જાહેરાત સાંભળીને આંચકો લાગશે

ભારતીય ટીમ એશિયા કપ 2023(Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય તેમ BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે. જો કે, શાહે એમ પણ કહ્યું કે ભારતીય ટીમ એશિયા કપની મેચ તટસ્થ સ્થળે રમવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે 2023માં એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાની સંભાવના છે.

અગાઉ એ વાત સામે આવી હતી કે ભારતીય ટીમ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જઈ શકે છે. મંગળવારે (18 ઓક્ટોબર) મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. બીસીસીઆઈ ટૂર્નામેન્ટને આવતા વર્ષે શિફ્ટ કરવા અંગે વિચારણા કરશે.

BCCIના સચિવ અને એસીસીના પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે, “એશિયા કપને તટસ્થ સ્થળે રમવાની ઓફર કરવામાં આવશે અને અમે નિર્ણય કર્યો છે કે અમે આ ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જઈએ”. ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની ટીમે વર્ષ 2012-13થી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમી નથી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે રમાયેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત એકબીજા સામે રમી હતી, જેમાં એક મેચમાં ભારત અને એક મેચમાં પાકિસ્તાનને જીત મળી હતી.

હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ટક્કર કરવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *