સુરતના આ વિસ્તારમાં ભાભીએ ઘરમાં જ ખોલી નાખ્યું કુટણખાનું… ૫૦૦ રૂપિયામાં ઘરે બોલાવતી અને…

અવારનવાર દેહવ્યાપાર અને કુટણખાના ના અનેકો કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં પોતાના ઘરમાં જ કુટણખાનું ચલાવતી મહિલા બે ગ્રાહક પુરુષો સાથે…

અવારનવાર દેહવ્યાપાર અને કુટણખાના ના અનેકો કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં પોતાના ઘરમાં જ કુટણખાનું ચલાવતી મહિલા બે ગ્રાહક પુરુષો સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ છે. મહિલા પોતાના ઘરમાં અન્ય સ્ત્રીને બોલાવી પછી પુરુષ ગ્રાહકોને શરીર સુખ સંતોષવા માટે બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવતી હતી. ત્યારે ગ્રાહક બનીને આવેલા પુરુષો પાસેથી શરીરસુખના બદલામાં 500 રૂપિયા લેવામાં આવતા હતા. આ સમગ્ર ઘટના અંગેની પોલીસને જાણ થતા પોલીસે મહિલા સહિત બે પુરુષ ગ્રાહકને ઝડપી લઇ વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અમરોલી સત્તાધાર સોસાયટી ગણેશમણી એપાર્મેન્ટ ફ્લેટ નંબર.403-404માંથી મકાન માલીક જયાબેન સમાધાનભાઇ બાવીસ્કરની પત્ની પોતાના અંગત આર્થિક નાણાકીય લાભ અને ફાયદો મેળવવા પોતાના ઘરમા પુખ્ત વયની સ્ત્રીને બોલાવી જાતીય શોષણ થાય તેવા કાર્યમાં પૈસાનું પ્રલોભન આપી, બોલાવી, શરીરસુખ માણવા માટે આવતા પુરૂષ  દીઠ રૂપિયા 500/- લેખે શરીરસુખ માણવા માટેના લેતા હતા.

આ અંગેની જાણ પોલીસને થતા અમરોલી પોલીસ દ્વારા મહિલા અને ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. તે ઘરમાં મહિલાને આર્થિક પ્રલોભન આપી જાતીય શોષણ કરવાના ઇરાદા સાથે કુટણખાનું ચાલતું હતું. સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 4900/- તેમજ મોબાઇલ નંગ 02 જેની અંદાજે કિંમત રૂ.10500 મળી કુલ રૂ.15400/- મતાનો મુદામાલ અમરોલી પોલીસ દ્વારા કબ્જે કરાયો છે.

આ બનાવમાં અમરોલી પોલીસ દ્વારા કુટણખાનામા કરેલ રેડમાં ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. જેમાં જયાબેન સમાંધાનભાઈ બાવીસ્કાર, મુકેશભાઇ મગનભાઇ રાઠોડ, રાહુલ સુરેશભાઇ રાઠોડ નામના આરોપીઓ એક મહિલા અને બે પુરુષ ગ્રાહકો ઘરમાંથી ઝડપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *