આ સંતોની પવિત્ર ભૂમિ પર ભક્તો પોતાના દેવી-દેવતાઓની આરાધના કરતા હોય છે એવામાં જ આજે વાત કરીશું તો મછરાળી માં મોગલ. માં મોગલ તું દુઃખ હરનારી માતા કહેવાય અને તે તો સાક્ષાત્ પરચાઓ ફરે છે ત્યારે સૌ કોઈ ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે કહેવાય છે કે, માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો મા મોગલ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મછરાળી માં મોગલ કે તેઓ ક્યારે પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે. એટલું જ નહીં પરંતુ અશક્યને પણ શક્ય કરે એ માં મોગલ. માં મોગલ તો અપરંપાર છે તેમનો મહિમા પણ અપરંપાર રહ્યો છે, ત્યારે ભક્તો મનોકામનાઓ પૂર્ણ થાય કે તરત જ માં મોગલના દરબારે પોતાની માનતા પૂર્ણ કરવા આવી પહોંચે છે. આપણે સૌ જાણીએ છીએ કબરાઉ ધામે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે સૌ ભક્તો તેમના આશીર્વાદ લઈને માનતા પૂરી કરે છે.
ત્યારે આજે આપણે એક અવ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં પાલીતાણા પાસે ખાખરીયા ગામથી એ મહિલા પોતાના પતિ સાથે કચ્છ માં આવેલા કબરાઉ ધામ આવી પહોચી હતી.એ મહિલાની માનતા હતી કે તેમના પતિ ને ઘણા સમય થી પેટ માં ગેસ થવાની સમસ્યાઓ રહેતી હતી. તેવામાં જ આ મહિલા ને વિડીયો ના માધ્યમ દ્વારા માહિતી મળતા તેમને પણ માં મોગલ ની માનતા હતી અને થોડાજ સમયમાં માં મોગલે એ મહિલા ને પરચો બતાવ્યો અને તેના પતિની એ સમસ્યા દુર થાય ગઈ. તેથી માનતા પૂરી કરવા 5100 રૂપિયા લઈને આવી પહોચી.
મણીધર બાપુ એ મહિલા ને આશીર્વાદ આપ્યા અને એ 5100 રૂપિયા માં એક રૂપિયો ઉમેરી પરત આપ્યા અને કહ્યું કે માં મોગલે તારી 25 ગણી માનતા સ્વીકારી છે. આ પૈસા તારી દીકરી ને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને આવી કોઈ દાન-ભેટ ની જરૂર નથી. એતો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે તેથી બધા ભક્તો મોગલ માં પર વિશ્વાસ રાખી માં મોગલ ની મનાતા ઓ રાખે છે.અને પૂરી થતા જ મોગલ માં ના દ્વારે આવી પહોંચે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.