જામનગરમાં બેફામ કાર ચાલકે એકસાથે ત્રણ લોકોને અડફેટે લીધા, એક મહિલા ગંભીર રીતે થતા…

અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં બે દિવસ પહેલા જ જામનગર (Jamnagar)માં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક કાર ચાલકે એક મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સ્કૂટર સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યા મહિલાને તબીબે બ્રેઈનડેડ(brain dead) જાહેર કર્યા હતા. જેને લઈને હાલ આ મામલે કાર ચાલકને ઝડપી પાડવાની માંગ સાથે એસપીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

મહિલા પાંચથી છ ફૂટ ઉછળી રોડ પર પટકાયા:
પ્રાપ્ત વિગતો મુજબ, મહિલા તૃષાબેનના પરિવારમાં ત્રણ લોકો છે તેમજ તેમને પાંચ વર્ષનો બાળક છે. ત્યારે તૃષાબેન એક્ટિવા લઈ બાળકને ટ્યુશન ક્લાસેથી લેવા જતા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા કારના ચાલકે મહિલાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, મહિલા પાંચથી છ ફૂટ જેટલી ઉછળીને રોડ પર પટકાઈ હતી. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે પ્રથમ જી.જી હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યા તબીબોએ તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

કાર ચાલક ફરાર થઈ ગયો:
ત્યારે બીજી તરફ કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત અંબર ચોકડી પાસે સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ઠોકર વાગતા મહિલા હવામાં પાંચથી સાત ફૂટ ઉછળી હતી. ત્યારબાદ કારના બોનેટ પર પછડાટ ખાઈ રોડ પટકાયા હતા. જેથી ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે ખાનગી હોસ્પિટલમાં મહિલાના પરિવારનું નિવેદન લીધું હતું.

આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ:
આ ઘટનાને લઈને ભોઈ સમાજના આગેવાનો દ્વારા કાર ચાલકને ઝડપી પાડવાની માંગ સાથે એસપીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તૃષાબેન પોતાનું વાહન લઈ ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સુભાષ બ્રિજ પાસે પહોંચતા કાર નંGJ 10 BR 4561ના ચાલકે પોતાની કાર ગફલતભરીરીતે હંકારી તૃષાબેનના વાહન સાથે અથડાવતા અકસ્માત થયો હતો. જેથી તૃષાબહેનને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે કારના ચાલક સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *