મોરબી પુલ અકસ્માતમાં નવા નવા લગ્ન થયેલા દંપતીનું દુઃખદ મોત થયું છે. દિવાળીના વેકેશનમાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરા મોરબી માસીના ઘરે આવ્યા હતા. તેઓ ઘટનાના દિવસે વહેલી સવારે નીકળી જવાના હતા પરંતુ માસિયાઈ નાં આગ્રહથી રોકાઈ ગયા હતા અને ઝુલતા પુલ પર ફરવા જવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ તેઓ નહોતા જાણતા કે આ ઝુલતો પુલ તેમની મોતનું કારણ બનશે.
મોરબી પુલ અકસ્માતમાં સેકડો લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા છે. બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર ની નોકરી કરતો રાજકોટ નો યુવક તેની પત્ની સાથે દિવાળી વેકેશનમાં માસીના ઘરે મોરબી આવ્યો હતો. તેમના લગ્નના પણ હજુ પાંચ મહિના જ થયા હતા. માઇસાઈ નાં કહેવાથી તેઓ ઝૂલતા પુલ ઉપર ગયા હતા, અને થોડી જ વારમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. નાની ઉંમરે હર્ષ અને મીરાં ના મૃત્યુથી ઝાલાવાડ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
દંપતીને ફરવા જવુ મોંઘુ પડ્યું…
રાજકોટના અંબિકા ટાઉનશિપમાં રહેતા હર્ષ ઝાલાવાડીયા અને તેની પત્ની મીરા દિવાળી વેકેશનમાં પોતાને વતન આવ્યા હતા. હર્ષ અને મીરા ઘટનાના દિવસે વહેલી સવારે નીકળી જવાના હતા પરંતુ માસિયાઇ નાં કહેવાથી ફરવા જવાનું નક્કી થયું હતું. રવિવારે સાંજે માસીયાઈ ભાઈ અને તેની પત્ની સાથે ઝુલતા પુલ ઉપર ગયા હતા.
અચાનક પુલ ધરાશાયી થતા ચારેય નદીમાં પડ્યા હતા અને ચારેયના દુઃખદ મોત થયા હતા. માસીયાઇ ભાઈ સાથે તેનો સાત વર્ષનો પુત્ર પણ હતો, જેનો બચાવ થયો હતો. આ ઘટનામાં હર્ષ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેની સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ હર્ષ ઝાલાવાડીયા એ દમ તોડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.