આગ્રા(Agra): અકસ્માતો (Accident)ની ઘટના દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. અકસ્માતોને કારણે દરોરોજ ન જાણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. તાજ શહેર આગરાના એતમાદપુર વિસ્તારમાં નેશનલ હાઈવે(National Highway) -19 પર ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.
હાલ તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, જ્યારે રોડવેઝની સ્પીડમાં બસ ઉભેલા કેન્ટર સાથે અથડાઈ હતી, એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડવેઝની બસના ફુરચા ઉડી ગયા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. જયારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ બે મુસાફરોને મૃત જાહેર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા પણ વધી શકે છે કારણ કે હજુ પણ ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.