ગોઝારા અકસ્માતમાં મરણચીસોથી ગુંજી ઉઠ્યો રસ્તો, ચારેબાજુ થઇ ગયા લાશોના ઢગલા… જાણો ક્યાં બની દુઃખદ ઘટના

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના બેતુલ(Betul)માં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત(Accident) થયો છે. બસ અને ટવેરા વચ્ચેની ભીષણ અથડામણમાં 11 લોકોના મોત(11 people died) થયા છે. આ અકસ્માત ગુડગાંવ અને ભેસદેહી વચ્ચે થયો હતો. કલેક્ટર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ બે વાગ્યે બસ અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

સ્પીડમાં આવતી ટવેરા કાર બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 પુરૂષો, 4 મહિલાઓ અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં સવાર તમામ લોકો અમરાવતીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. કાર ચલાવી રહેલા ડ્રાઈવરને ઝોલું આવવાને કારણે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો, ત્યારબાદ કાર સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી.

આ અકસ્માત અંગે પરિવહન મંત્રી ગોવિંદ સિંહ રાજપૂતનું કહેવું છે કે, શરૂઆતમાં ટાવેરા ચાલકની ભૂલ સામે આવી છે. સરકાર દ્વારા મૃતદેહોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શરૂઆતમાં મૃતકના પરિવારજનોને 15 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે, મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દર્દનાક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના બેતુલમાં થયેલા અકસ્માતમાં લોકોના મોતથી હું દુઃખી છું, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના, ઘાયલોની ઝડપથી રિકવરી, PMNRF તરફથી મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા ઘાયલોને આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *