દિલ્હીની બાજુમાં આવેલા યુ.પી.ના ગ્રેટર નોઈડામાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક એવા બાળકનો જન્મ થયો છે કે તેને જોવા માટે તેની આજુ-બાજુ લોકોનાં ટોળા ઉમટ્યા હતા. હોસ્પિટલના સ્ટાફથી લઈને આજુ-બાજુનાં લોકો બાળકને જોવા માટે હોસ્પિટલમાં ભેગા થયા હતા, જેના કારણે ડોકટરોએ બાળકને તેના માતાપિતા સાથે ઘરે મોકલવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની બાજુમાં આવેલા યુ.પી.ના ગ્રેટર નોઈડાના ડેંકૌરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ એક બાળક(છોકરા) ને જન્મ આપ્યો, પરંતુ બાળકને પણ પ્રાણીઓ જેવી પૂંછડી હતી, માત્ર ડોકટરો જ નહીં તેના પરિવારજનો પણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
આ બાબત હોસ્પિટલમાં ફેલાતાં જ સ્ટાફ પણ તે બાળકને જોવા પહોંચ્યો. પૂંછડીથી જન્મેલા આ બાળકને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા હતા.
આ પૂંછડીથી જન્મેલા આ બાળક પર ડોક્ટરે કહ્યું હતું કે કંજેનાઈટલ નોર્મલિટીને કારણે આવું થયું છે અને તે ફક્ત 1 અથવા 2 ટકા લોકોમાં જ જોવા મળે છે, જેના કારણે વધુ પડતા વાળને લીધે કાનમાં અથવા અન્ય કોઈ અંગમાં આવી સમસ્યાઓં આવી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.