ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)એ સરદાર મેન રોડ-રાજકોટ રૂરલ, કાલાવાડ-જામનગર અને જેતપુર-રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો અને તે રોડ શોનું નેતૃત્વ કર્યું. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરોઓ સાથે મળીને રોડ શો કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ(Rajkot) અને જામનગર(Jamnagar)ની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જે FIR નોંધવામાં આવી છે તેમાં તે કંપનીનું નામ નથી જેણે મોરબીનો બ્રિજ બનાવ્યો હતો: અરવિંદ કેજરીવાલ
હમણાં મોરબીમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. 150 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી 55 નાના બાળકો હતા. આપણા જ લોકો હતા આપણા જ ભાઇ-બહેન હતા. આજે એમની સાથે જે દુર્ઘટના ઘટી તે આપણી સાથે પણ થઇ શકે છે. જે દુર્ઘટના થઈ તે દુઃખની વાત તો છે જ અને તેનાથી પણ વધુ દુઃખની વાત એ છે કે આ દુર્ઘટના પાછળ જવાબદાર લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે FIR નોંધવામાં આવી છે તેમાં મોરબી બ્રિજ બનાવનાર કંપનીના નામનો ઉલ્લેખ નથી. શા માટે તેઓને બચાવવામાં આવી રહ્યા છે? આ લોકોનો તેમની સાથે શું સંબંધ છે?
27 વર્ષ આપ્યા તમે એ લોકોને મને માત્ર 5 વર્ષ આપી દો: અરવિંદ કેજરીવાલ
મને રાજનીતિ કરતા નથી આવડતું, મને ગુંડાગીરી કરતા નથી આવડતું, એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. 27 વર્ષથી આ લોકોએ ગુંડાગીરી કરી રાખી છે. જો તમારે ગુંડાગીરી જોઈએ છે, ભ્રષ્ટાચાર જોઈએ છે, ગંદકી જોઈએ છે, ખરાબ રાજનીતિ જોઈએ છે, તો એ લોકોને વોટ આપી દેજો. તમારે શાળાઓ જોઇએ, હોસ્પિટલો જોઇએ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન જોઇએ અને એક સારી વ્યવસ્થા જોઈએ, તો તમે અમને વોટ આપજો. 27 વર્ષ આપ્યા તમે એ લોકોને મને માત્ર 5 વર્ષ આપી દો. જો હું 5 વર્ષમાં કામ ના કરું તો બીજી વાર વોટ માંગવા નહીં આવું. હું જે પણ કહું છું તે ખૂબ જાણી વિચારીને કહું છું. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને 15 લાખ આપીશ. હું એ જ બોલી રહ્યો છું જે દિલ્લી અને પંજાબમાં કરીને આવ્યો છું. ગુજરાતને પણ એક સાથે મળીને આપણે આગળ લઇ જઇશું.
ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ: અરવિંદ કેજરીવાલ
તમારા બાળક માટે શાનદાર સરકારી શાળા બનાવીશ. દિલ્લીમાં અમે એટલી શાનદાર સરકારી શાળાઓ બનાવી છે કે પ્રાઇવેટ શાળાઓમાંથી બાળકો પોતાનાં નામ નિકાળીને સરકારી શાળાઓમાં એડમિશન લઇ રહ્યા છે. દિલ્લીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબો અને અમીરોનાં બાળકો સાથે અભ્યાસ કરે છે. દિલ્હીમાં IAS અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે. તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, અભ્યાસનો તમામ ખર્ચ મફત. દિલ્હીમાં રિક્ષાચાલકોનાં બાળકો એન્જિનિયર બની રહ્યાં છે, મજૂરોનાં બાળકો હવે ડૉક્ટર બની રહ્યાં છે. ગુજરાત માટે મેં એક શાનદાર પ્લાનિંગ કરી રાખી છે. હું તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ. આ મારી જવાબદારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.