જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટીના ઉમેદવારોએ પોતાના ચૂંટણી ફોર્મ ભરી દીધા છે. ત્યારે સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 10 પર સીટિંગ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, ધારાસભ્યોની આવક-મિલકતમાં જોરદાર વધારો થયો છે સાથે અન્યની આવકમાં ઘટાડો પણ થયો છે.
જાણવા મળ્યું છે કે, મજૂરા બેઠકના ઉમેદવાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં અધધ વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં હર્ષ સંઘવી અને તેમના ધર્મ પત્નીની સંપત્તિ 803% વધીને 17.43 કરોડ થઈ ગઈ છે. વર્ષ 2017માં તેમની પાસે 14 લાખની જંગમ મિલકત હતી, જે વર્ષ 2022માં 86 લાખ થઈ ગઈ છે. સાથે જ સવપાર્જીત મિલકત એક કરોડથી વધીને 3.23 કરોડ થઈ છે. સાથે 3.14 કરોડનું મકાન પણ ખરીદ્યું હતું.
વર્ષ 2017 માં હર્ષ સંઘવીની સંપત્તિ 2.17 કરોડ હતી, જે વર્ષ 2022માં 5.39 કરોડ થઈ ગઈ છે. જણાવી દઈએ કે હર્ષ સંઘવીના પત્ની પાસે 10.52 કરોડના લિસ્ટેડ કંપનીના શેર છે. દરેક સંપત્તિની કિંમત જોઈએ તો 17.43 કરોડ થઈ ગઈ છે.
આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા સૌથી ગરીબ…
આમ આદમી પાર્ટી વરાછાના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પાસે કોઈ જંગમ મિલકત નથી. જાણવા મળ્યું છે કે હાથ પર રોકડ 9.50 લાખની છે સાથે એક વાહન છે. અને કુલ મિલકત 11.14 લાખની છે. આ સાથે જ આપના ધાર્મિક માવલિયા પાસે 6.42 લાખ હાથ પર રોકડ સાથોસાથ એક વાહન, અને કુલ સંપત્તિ 10.65 લાખની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.