ધન્ય છે આ મહિલાને… ભગવાને માતા બનવાનું સુખ ન આપ્યું તો ૧૫૦ અનાથ દીકરીઓને દત્તક લઇ માતાની ફરજ નિભાવી

કેટલાક લોકો એવું વિચારે છે કે તેમને જે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે, તેમાંથી બીજા કોઈ પસાર ન થાય. કિન્નર લીલા પણ કંઈક આવી જ…

કેટલાક લોકો એવું વિચારે છે કે તેમને જે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે, તેમાંથી બીજા કોઈ પસાર ન થાય. કિન્નર લીલા પણ કંઈક આવી જ વિચારસરણી ધરાવે છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે કિન્નર હોવા છતાં આજે તે 150 દીકરીઓની માતા છે. સાંભળીને બધાને નવાઈ લાગશે કે વ્યંઢળ હોવા છતાં લીલા 150 દીકરીઓની માતા છે? પરંતુ તે સાચું છે. આ દીકરીઓ ભલે તેના ગર્ભમાંથી જન્મી ન હોય, પરંતુ લીલા તેમને સગી માતા કરતાં વધુ પ્રેમ કરે છે.

હાલ એક ખુબ જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ માનવતા મહેકાવી છે. જાણવા મળ્યું છે કે, આ મહિલાનું નામ લીલાબાઇ છે. તેઓ કિન્નર સમુદાયના છે. જેઓ તેમના જીવનમાં માં(Mother) ના બની શક્યા તો 150 અનાથ દીકરીઓને ગોદ લઈ તેઓના માતા બન્યા છે. તેઓ આજે આ ખુબ જ અનોખું સેવાનું કાર્ય કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, 30 વર્ષ પહેલા લીલાબાઇની બસ્તીમાં એક પરિવાર રહેતો હતો. ત્યાં તેમને એક દીકરી હતી. તેમનો પરિવાર ગરીબ હોવાને કારણે તેઓએ તેમની દીકરીને ગોદ લીધી હતી. ત્યારબાદ આ દીકરીની સાર-સંભાળ રાખી હતી. તેમજ તેઓએ આ દીકરીઓનો ઉછેર કર્યો. આ સિવાય આ દીકરીના લગ્ન પણ તેઓએ કરાવ્યા હતા.

આ સાથે જ બાડમેરના બાલોત્રા શહેરના અને તેમના વિસ્તારમાં જેટલા પણ ગરીબ પરિવારો છે તેમની દીકરીઓને ગોદ લીધી હતી. તેઓએ આ દીકરીઓનો ઉછેર કર્યો અને તેમના લગ્ન પણ કરાવ્યા હતા. આ દીકરીઓની તમામ જરૂરિયાતોને પુરી કરીને દીકરીઓના માતાની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી. આ સાથે તેઓ સમાજ સેવા પણ કરે છે અને ગૌ સેવાના કામમાં પણ તેઓ આગળ પડતા છે. આ રીતે લીલાબાઇએ અનોખું કાર્ય કરી માનવતા મહેકાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *