કપાતર દીકરાએ આખા પરિવારને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર ઘટના જાણી ફફડી ઉઠશો

વ્યસન(Addiction), ચોરી કરવાની ટેવ અને ઘરની મર્યાદા એક પરિવાર માટે મૃત્યુનું કારણ બની હતી. દક્ષિણ-પશ્ચિમ દિલ્હી (Delhi)ના પાલમ વિસ્તારમાં બનેલા આ હૃદયદ્રાવક હત્યા કેસ પર વિશ્વાસ કરવો કોઈ માટે આસાન નથી. મંગળવારે રાત્રે કળયુગી પુત્રએ નાની બહેન, દાદી તેમજ માતા-પિતાની હત્યા કરી હતી. મૃતકોમાં પિતા દિનેશ (45), માતા દર્શન (40), દાદી દિવાનો દેવી (72) અને નાની બહેન ઉર્વશી (23)નો સમાવેશ થાય છે.

25 વર્ષના આરોપી પુત્ર કેશવે પોતાના આખા પરિવારને બરબાદ કરી નાખ્યો. જોકે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઘરમાં એકલી દાદીને પોતાનો પહેલો શિકાર બનાવ્યો અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પછી તેને બેડ પર એવી રીતે સુવડાવી, જાણે તે ગાઢ નિંદ્રામાં સૂતી હોય. બીજી તરફ આરોપીના પિતા દિનેશ ફરજ પરથી ઘરે પહોંચીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયા ત્યારે આરોપી પુત્રએ તેના પર હુમલો કરી તેને પણ માર માર્યો હતો.

બાદમાં માતા ફરજ પરથી ઘરે પહોંચી અને દાદીને સૂતા જોતા પુત્રના કહેવાથી તે બાથરૂમમાં ગઈ હતી. જ્યાં આરોપીએ તેને કાયમ માટે સુવડાવી દીધી અને અંતે નાની બહેન ઉર્વશી ઘરે પહોંચી ત્યારે તે મામલો સમજે તે પહેલા ભાઈએ તેને પણ ખતમ કરી નાખી.

આરોપી કેશવને એક ક્ષણ માટે પણ દયા ન આવી કે જેણે તેને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખીને તેને જન્મ આપ્યો, તે પિતા જે તેના સપના માટે પોતાના સપનાને ભૂલી ગયો, નાની બહેન જેણે તેના કાંડા પર રાખડી બાંધી હશે. અને પેલી વૃદ્ધ દાદી, જેમણે બાળપણમાં ઘણી બધી વાર્તાઓ કહી હશે, તે બધી કેશવે નશામાં પળવારમાં પૂરી કરી દીધી. જેણે પણ આ ઘટના સાંભળી તે સ્તબ્ધ થઈ ગયા.

માતા-પિતાને ઘણી વખત ધમકી આપી હતી:
આ સમગ્ર ઘટના પાછળનું કારણ આરોપી કેશવને લીધેલો નશો ગણાવવામાં આવી રહ્યો છે. આરોપી કેશવ ડ્રગ્સનો વ્યસની છે અને અવારનવાર પરિવાર સાથે ઝઘડા કરતો હતો. તેની પાસે ન તો નોકરી હતી કે ન તો કમાવાનું કોઈ સાધન. તે હંમેશા ઘરેથી પૈસા લઈને નશો કરતો હતો અને જ્યારે પૈસા ન મળતા ત્યારે તે ઘરમાં મુશ્કેલી ઉભી કરતો હતો. જણાવવામાં આવ્યું છે કે તે ઘણીવાર તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. જેને પરિવારના સભ્યોએ ક્યારેય ગંભીરતાથી લીધો ન હતો. આટલું જ નહીં, તેણે ઘણી વખત ઘરમાં ચોરીઓ પણ કરી હતી અને જ્યારે તેને ઘરમાંથી કંઈ મળતું ન હતું. ત્યારે તે બહાર પણ ચોરી કરતો હતો. જેના કારણે તેની સામે પોલીસમાં અનેક ફરિયાદો આવી હતી.

આરોપી અનેક વખત વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ ગયો છે:
કેશવની નશાની લત એટલી વધી ગઈ કે પરિવારના સભ્યોએ તેને અનેક નશા મુક્તિ કેન્દ્રોમાં દાખલ કરવાની ફરજ પડી. પરંતુ તેનો પણ કોઈ ફાયદો થયો ન હતો. કેશવ 12મા સુધી ભણ્યો હતો અને નશાની લત લાગી જતાં તેણે અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે તેની નાની બહેન ઉર્વશી મેડિકલનો અભ્યાસ કરતી હતી.

મૃતકના સંબંધીઓના જણાવ્યા અનુસાર, જ્યારે કેશવ ગુનો કર્યા બાદ ભાગવા લાગ્યો ત્યારે પોલીસ અને તેમની મદદથી તેને પકડી લેવામાં આવ્યો હતો. પકડાયા પછી પણ તેના ચહેરા પર કોઈ જ પ્રકારનો અફસોસ ન હતો. કોઈએ વિચાર્યું ન હતું કે દીકરો આટલો ક્રૂર હોઈ શકે છે. હાલ પાલમ પોલીસ સ્ટેશને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં સુરક્ષિત રાખ્યા છે અને તેમની સામે હત્યાનો કેસ નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *