ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ગોપાલ ઈટાલીયાના આકરા પ્રહાર- જાણો શું કહ્યું?

સુરત(Surat): મહિધરપુરા(Mahidharpura) હીરા બજારમાં આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા(Gopal Italia)ની,આપ નેતા અલ્પેશ કથીરીયા(Alpesh Kathiriya) દ્વારા ચૂંટણી સભા યોજવામાં આવી હતી. ભાજપ(BJP) દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી ઢંઢેરા વિશે ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહાર કર્યા છે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે.

મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ, કરંજ, વરાછા, સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારો દ્વારા સભા યોજવામાં આવી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

જો વાત કરવામાં આવે તો સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરો નથી પણ આ ભાજપ દ્વારા કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે, મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી. પરંતુ આ તો અરવિંદ કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપી રહ્યા છે. હાલ જાહેર કર્યું કે, 7 મેડિકલ કોલેજ બનાવશે. 27 વર્ષ થયા તેમ છતાં પણ કેમ યાદ ન આવ્યું. અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે, તેને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *