ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી(AAP)ના ઉમેદવારો દ્વારા ઠેર ઠેર જંગી સભાઓ અને રોડ શો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya)ની સભા યોજવામાં આવી હતી અને તેના અનેક લોકો હાજર રહ્યા હતા. ત્યારે આ સભા દરમિયાન વરાછા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ તેની સામે ઉભેલા ભાજપ(BJP)ના ઉમેદવાર કુમાર કાનાણી(Kishor Kanani)ને જડબાતોડ જવાબ આપ્યો હતો.
માતાના ઓપરેશન મુદ્દે કથીરિયાએ કાકાને બરોબરના ઝાટક્યા:
જો વાત કરવામાં આવે તો વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકો ફ્રી ફ્રીની વાત કરી રહ્યા છે અને તેઓ પોતે પણ સરકારની સુવિધા લઈને જ ફ્રીમાં આરોગ્ય સેવા મેળવી રહ્યા છે. વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આપણી સામે જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની માતાના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પણ આયુષ્યમાન કાર્ડ થકી જ કરાવ્યું છે. આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કહે છે ને કે, સરકારે શું કર્યું છે, તો એને મારો જવાબ છે કે સરકાર દ્વારા તેમની માતાના ઘૂંટણ રિપ્લેસ વિનામૂલ્યે કરાવી આપવામાં આવ્યા છે. તો બીજી બાજુ સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ તેમના હરીફ એટલે કે સામે રહેલા કુમાર કાનાણીને માતાના ઘુંટણના ઓપરેશન મુદ્દે જડબાતોડ જવાબ આપ્યો હતો કહ્યું, “કાકા મે ટેક્સ ભર્યો છે, અમારો પરિવાર રળે છે, મજદૂરી કરે છે અને કાકાને એવું હોય કે, આ લાખ સવા લાખનો ખર્ચો મે(કુમાર કાનાણી) કર્યો છે, તો કાકા વ્યાજ સાથે તમને હું પરત કરી દઈશ.
વધુમાં અલ્પેશ કથિરિયાએ ઉમેરતા કહ્યું હતું કે, મારી માતાનું ઓપરેશન એ ચૂંટણીનો મુદ્દો છે?” ઉમેદવારની માતાએ ઘુટણનું ઓપરેશન કરાવ્યું એ ચુંટણીનો મુદ્દો છે? તમે કોઈની માતાને ભરબજારે ચોકમાં ઓપરેશનના સારવારના નામે વાતો કરીને મત ઉઘરાવો છો. ક્યા મોઢે તમે વાત કરો છો. પાછા લખે છે વરાછાનો સાવજ, કાકા ના મર્દની નિશાની છે. તમે ઉમેદવારના પરિવારની વાત કરો છો. સાહેબ મારી માતાનું ઓપરેશન થયું ત્યારે હું જેલમાં હતો. તો કાકા તમને આટલી બધી મારા માતાની પીડા હતી તો તમારે એક વાર તેની ખબર પૂછવા જવી હતી, કે આ માની શું પીડા છે. આ પીડાને મે ભોગવી છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.