યુ.એસ.એના પ્રવાસ પર ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન માટે કોઈ પણ પગલું સારું ચાલતું નથી. આતંકવાદના મામલે ઇમરાન આતંરરાષ્ટ્રીય સ્તરે ખુબ એકલા પડી ગયા છે. કોઈ પણ તેમનો સાથ આપવા માટે તૈયાર નથી. પરંતુ હવે પાકિસ્તાનીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ આર્થિક મદદ આપશે. બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પાકિસ્તાનને 200 મિલિયન ડૉલરની સહાય મળશે તેવી જાણકારી સામે આવી છે.
રેડિયો પાકિસ્તાન અનુસાર, ગુરુવારના રોજ બિલ ગેટ્સની સાથે ઈમરાન ખાને એક MOU સાઈન કર્યું છે. આ પૈસા પાકિસ્તાનમાં ગરીબી વિરુદ્ધ ચાલી રહેલા અહેસાસ અભિયાન માટે આપવામાં આવશે. આ ફંડ વર્ષ 2020 સુધી ખર્ચ કરી શકાશે. ઈમરાન ખાન અનુસાર, પાકિસ્તાનમાંથી ગરીબી હટાવવાનો આ એક ખુબ મોટો કાર્યક્રમ છે. તેમણે બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભર વ્યક્ત કર્યો છે.
PM Imran Khan, Dr. Sania Nishtar, SAPM to PM on Social Protection,
Bill Gates, co-chair of the Bill & Melinda Gates Foundation, & Chris Elias, President of Global Development, Bill & Melinda Gates Foundation, participated in a bilateral meeting on the future of Ehsaas. pic.twitter.com/hWbIBukNG2— PTI (@PTIofficial) September 26, 2019
પાકિસ્તાનના માથે 6 લાખ કરોડનું દેવુ છે.
પાકિસ્તાન સતતને સતત લોન લઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, માર્ચ 2019 સુધીમાં પાકિસ્તાન પર 85 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. પાકિસ્તાને પશ્ચિમિ યૂરોપ અને મધ્ય યુરોપિય દેશો પાસેથી મોટા પ્રમાણમાં લોન લીધી છે.
પાકિસ્તાનને સૌથી વધારે લોન તેના ખાસ મિત્ર ચીન દેશે આપી છે. તેના સિવાય પાકિસ્તાને ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસેથી લોન લીધી છે. આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાન 23મી વાર IMF પાસેથી 6 બિલિયન ડૉલરનું બેલઆઉટ પેકેજ લઈને પહોંચ્યું હતું. IMF એ જે શરતો રાખી છે તે પ્રમાણે વિત્ત વર્ષમાં પાકિસ્તાનના રાજકોષમાં 40 ટકા વધારો થવો જોઈએ.
પાકિસ્તાનમાં ગરીબીની મારઃ
આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જરા પણ સારી નથી. વિકાસનો ભરોસો આપનાર ઈમરાન ખાન પણ એજ કરી રહ્યો છે જે તેના પહેલા પ્રધાનમંત્રી કરતા હતા. આર્થિક રીતે કોઈ કામ કરવું નહી પણ આતંકવાદીઓને સહાય કરવી. એજ કારણ છે કે પાકિસ્તાન દેવામાં ડૂબી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.