આ મહિલાએ હનુમાનજીના નામે કરી દીધી કરોડોની સંપત્તિ, કારણ જણાવતા કહ્યું- મારો પરિવાર મને…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શ્યોપુર(Sheopur)માં એક મહિલા શિક્ષિકાએ હનુમાન મંદિર(Hanuman Temple)ના નામે લગભગ એક કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી છે. તેમણે તેમના બે પુત્રોનો સત્તાવાર હિસ્સો તેમને આપી દીધો અને ત્યારબાદ તેમણે તેમના ભાગના પૈસા મંદિરને દાનમાં આપ્યા.

મહિલા શિક્ષિકાનું નામ શિવ કુમારી જાદૌન(Shiv Kumari Jadaun) છે. તે વિજયપુર વિસ્તારના ખીતરપાલ ગામની સરકારી શાળામાં ભણાવે છે. તેણે કહ્યું કે મારે બે પુત્રો છે. મેં મારા પુત્રોને તેમનો હિસ્સો આપ્યો છે. મારા હિસ્સામાં આવતી મિલકત, મકાન અને બેંક બેલેન્સ સહિતની જંગમ મિલકતો મારી પોતાની મરજીથી છીમછીમા હનુમાન મંદિર ટ્રસ્ટના નામે કરવામાં આવી છે.

પગાર અને જીવન વીમા પૉલિસીનું દાન
મહિલા શિક્ષિકા શિવકુમારીએ તેમના વસિયતમાં લખ્યું છે કે, મારા મૃત્યુ પછી મારું ઘર અને જંગમ મિલકત મંદિર ટ્રસ્ટની રહેશે. બેંક બેલેન્સ અને જીવન વીમા પોલિસીમાંથી મળેલી રકમમાંથી સોનું અને ચાંદી મંદિર ટ્રસ્ટનું રહેશે. તેમણે અપીલ કરી છે કે, તેમના મૃત્યુ બાદ મંદિર ટ્રસ્ટના લોકો દ્વારા સાથે મળીને મારી અંતિમ વિધિ કરવામાં આવે.

તેમની સંપત્તિમાં ઘર, પ્લોટ, સરકાર તરફથી મળેલો પગાર, જીવન વીમા પોલિસીની રકમ, સોના-ચાંદીના દાગીના અને લગભગ એક કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તે ઘરમાં જ રહેશે. તે પછી ઘર મંદિર ટ્રસ્ટનું રહેશે.

કારણ જણાવતા જાણો શું કહ્યું:
મળતી માહિતી મુજબ શિવ કુમારી બાળપણથી જ ભગવાનની પૂજા કરતી આવી છે. તેણી તેના પતિ અને બંને પુત્રોના વર્તનથી દુઃખી છે. તેનો એક પુત્ર ગુનાહિત સ્વભાવનો છે. તેણે કહ્યું કે પતિનું વર્તન પણ યોગ્ય નથી. આ કારણથી તેણે પોતાની વસિયતમાં એવું પણ લખ્યું છે કે તેમના મૃત્યુ પછી મંદિર ટ્રસ્ટના લોકોએ તેમના પુત્રને બદલે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *