Girl Dance Video: લગ્નોમાં વર-કન્યાના ભાઈ-બહેન અને મિત્રો જ ખરેખરો રંગ જમાવવાનું કામ કરે છે. ક્યારેક પોતાના શબ્દોથી તો ક્યારેક ડાન્સથી તે મહેમાનોનું દિલ જીતી લે છે. હવે લગ્ન સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દુલ્હનની બહેન સ્ટેજ પર એવો ડાન્સ કર્યો કે, બધા ઈમોશનલ થઇ ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનની બહેન સ્ટેજ પર ફિલ્મ ‘રાંઝના’ના ગીત પર શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપી રહી છે. બહેનનો ડાન્સ જોઈ તેની બહેન ભાવુક થઈ જાય છે અને આખો ભીની થઇ જાય છે. સાથે જ આ છોકરીના પિતા પોતાની લાડકવાઈ દીકરીનો વીડિયો શૂટ કરવા લાગે છે.
View this post on Instagram
ખરેખર એક પિતા માટે તેમના જીવનનો સૌથી દિવસ તેમની દીકરીના લગ્ન હોય છે. અવારનવાર લગ્ન સંબંધીત અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ઘણા વિડીયો એટલા ઈમોશનલ હોય છે કે, જોઇને આપણી આંખો પણ ભીની થઇ જાય છે. હાલના વિડીયોમાં પણ કઈક આવું થયું હતું. લગ્નમાં હાજર દરેક લોકો ડાન્સની મજા માણી રહ્યા હતા પણ ડાન્સ કરતી બહેનને જોઈ દુલ્હન ઈમોશનલ થઇ જાય છે.
દુલ્લહનની બહેને સ્ટેજ પર જમાવી મહેફિલ
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દુલ્હનની બહેન સ્ટેજ પર ડાન્સ માટે આવે છે. દુલ્હન સહિત તેના તમામ સંબંધીઓ આ છોકરીને જોવા એકઠા થઇ આસપાસ ગોઠવાઈ જાય છે. પછી ફિલ્મ ‘રાંઝણા’નું ગીત વાગવા લાગે છે અને દુલ્હનની બહેન એક પછી એક અદ્ભુત ડાન્સ સ્ટેપ કરવા લાગે છે. ડાન્સની સાથે તેના એક્સપ્રેશને પણ બધાના હોશ ઉડાવી દીધા હતા. આ દરમિયાન દુલ્હનના પિતા ડાન્સનો વીડિયો કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.