જે વ્યક્તિને કોઈના માટે પ્રેમભરી(love) લાગણીઓ આવે છે, તે વ્યક્તિ ગમે તેવો હોય, હૃદય તેને સ્વીકારે છે. એક યુગલ સાથે પણ કઈક એવું જ થયું છે. જે પણ તેમને પહેલીવાર જુએ છે તેને વિશ્વાસ નથી થતો કે આ બંને પતિ-પત્ની છે કારણ કે પતિની ઊંચાઈ બહુ ઓછી છે અને પત્નીની ઊંચાઈ ઘણી વધારે છે. આ કપલે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ આ કપલે મહત્તમ ઊંચાઈના તફાવતનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તો ચાલો જાણીએ વિગતવાર…
View this post on Instagram
આ યુગલ કોણ છે:
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, આ કપલનું નામ જેમ્સ લસ્ટેડ અને ક્લો સામંથા લસ્ટેડ છે, જેમણે 2016માં લગ્ન કર્યા હતા. તે બંને નોર્થ વેલ્સ (યુકે)માં રહે છે અને બંનેનું ઘર એક જ છે. જેમ્સ 33 વર્ષનો છે જે એક અભિનેતા અને પ્રસ્તુતકર્તા છે. અને તેની પત્ની ક્લો એક શિક્ષક છે અને તે 29 વર્ષની છે.
2 જૂન, 2021 ના રોજ, બંનેએ પરિણીત યુગલ માટે સૌથી વધુ ઊંચાઈના તફાવતનો રેકોર્ડ બનાવ્યો હતો. જેમ્સ 109.3 સેમી (3 ફૂટ 7 ઇંચ) ઊંચો છે અને તેની પત્ની ક્લો 166.1 સેમી (5 ફૂટ 5.4 ઇંચ) ઉંચી છે. બંને વચ્ચે 56.8 સેમી એટલે કે લગભગ 2 ફૂટ (1 ફૂટ, 10 ઇંચ)નો તફાવત છે.
View this post on Instagram
ખતરનાક સિન્ડ્રોમથી પીડાય છે:
માહિતી અનુસાર, જેમ્સ વામનવાદના એક દુર્લભ સ્વરૂપ ડાયસ્ટ્રોફિક ડિસપ્લેસિયાથી પીડિત છે, જે એક આનુવંશિક વિકાર છે. તે હાડકાં અને નર્વસ સિસ્ટમની વૃદ્ધિને અટકાવે છે. તેના વામનવાદને કારણે, જેમ્સે વિચાર્યું કે તે ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ 2012માં જેમ્સ ક્લોને મળ્યો અને તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો.
આવી હતી પ્રેમ કહાની:
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાત કરતાં ક્લોએ કહ્યું હતું કે, ‘મારી પસંદગી શરૂઆતથી જ ઊંચા લોકો હતી. પરંતુ જ્યારે હું જેમ્સને મળી ત્યારે હું તેના પ્રેમમાં પડી ગઈ. મને ખબર હતી કે લોકો જુદી જુદી વાતો કહેશે. પરંતુ તેની પાસે મારા પર કોઈ અસર નથી.’
View this post on Instagram
ક્લોએ વધુમાં કહ્યું, ‘અમે બંને એક સ્થાનિક ક્લબમાં મળ્યા હતા. તે સમયે તે ભણતી હતી. જેના કારણે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં સમસ્યાઓ આવવા લાગી હતી. છેવટે, 2013 ના અંતમાં, સાત મહિનાની ડેટિંગ પછી, જેમ્સ મને એક તળાવ પર લઈ ગયો અને એક ઘૂંટણ પર પ્રપોઝ કર્યું. તે લાગણી મારા માટે ખૂબ જ સારી હતી. મેં પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લગ્ન કરી લીધા. આજે અમે બંને ખૂબ ખુશ છીએ.’
જેમ્સ બધું કામ કરે છે:
જેમ્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ‘3 ફૂટ લંબાઈ હોવી ક્યારેક મુશ્કેલ હોય છે પરંતુ તમે જે કામ કરો છે તે દરેક કામ હું કરી શકું છું. મારી પુત્રી 4 વર્ષની છે અને તે મને એક વામન તરીકે નહીં, પરંતુ એક કલાકાર તરીકે જોશે, કારણ કે હું ટૂંક સમયમાં પાત્ર ભજવીશ. ઉત્તર વેલ્સના દરિયા કિનારે આવેલા શહેર લલેન્ડુડનોમાં તહેવારોની મોસમ દરમિયાન ‘બ્યુટી એન્ડ ધ બીસ્ટ’માં બોબનું પાત્ર ભજવવાનો છું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.