ઈન્દોર(Indore)માં પોલીસ ચેકિંગ દરમિયાન એક ટ્રાફિક પોલીસકર્મીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મહત્વનું છે કે, જ્યારે એક પોલીસકર્મી દ્વારા કારચાલકને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો તો તે પોલીસકર્મીને કારના બોનેટ પર ભાગવા લાગ્યો. ત્યારબાદ પણ કારચાલકે(car driver) કાર રોકી નહીં અને પોલીસકર્મી(policeman)ને થોડાક અંતર સુધી ચલાવતો રહ્યો. ત્યારબાદ અન્ય પોલીસકર્મીઓએ કારનો પીછો કરી અન્ય સાથીદારોની મદદથી રસ્તાની વચોવચ ટ્રક મૂકીને કારચાલકને અટકાવવામાં આવ્યો હતો. હાલમાં તો આરોપી કારચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો(Video) પણ સામે આવ્યો છે.
View this post on Instagram
હેડ કોન્સ્ટેબલ શિવ સિંહે જણાવતા કહ્યું હતું કે, કારચાલક દેવાસ નાકાથી ગાડી ચલાવટ સમયે મોબાઈલ પર વાત કરતો જોવા મળ્યો હતો. જેને કારણે ગાડી રોકાવી અને મેમો ફાડવાનું કહેવામાં આવ્યું તો તે પાછો કારમાં બેસી ગયો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા માટે હું પણ કૂદીને કારના બોનેટ પર લટકી ગયો હતો.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, મે બંને હાથ વડે બોનેટ પકડી રાખ્યું હતું. આ દરમિયાન ક્યારેક બ્રેક લગાવીને તો ક્યારેક કટ કરીને તેને પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી હું ઉછળીને પડી જાઉં પણ મેં મારી બધી તાકાતથી બોનેટ બંને હાથે જકડી રાખ્યું હતું. આ દરમિયાન સાથી સુરેન્દ્ર સિંહ બુલેટથી પીછો કરતા આ સ્થળે પહોંચ્યા હતા. અહી ટ્રક અને અન્ય વાહનચાલકોની મદદથી વાહનો લગાવીને કારચાલકને અટકાવવામાં આવ્યો હતો.
ટ્રાફિકકર્મી સુરેન્દ્ર સિંહે જણાવતા કહ્યું હતું કે, આરોપી પાસેથી એક લાઇસન્સવાળી પિસ્તોલ મળી આવી હતી. મહત્વનું છે કે, હેડ કોન્સ્ટેબલનો જીવ બચી ગયો હતો. તેમણે આરોપીઓને ભાગવા ન દીધો અને પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવી હતી. અંદાજે 4 કિમી સુધી કારના બોનેટ પર લટકી રહ્યા હતા. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.