વાલીઓ- વિદ્યાર્થીઓને ડરાવવા સોમવારે સુરતની 400થી વધુ શિક્ષણની “દુકાનો” બંધ રહેશે

ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ એક સેવાને બદલે શિક્ષણ એક વેપાર બની ગયો છે. તંત્ર અને તંત્ર માં રહેલા અમુક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને કારણે શિક્ષણને…

ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ એક સેવાને બદલે શિક્ષણ એક વેપાર બની ગયો છે. તંત્ર અને તંત્ર માં રહેલા અમુક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને કારણે શિક્ષણને વેપાર બનાવતા શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર યોગ્ય સુવિધાઓ વગરની શાળાઓ ધમધમી રહી છે, જેની પાછળ ક્યાંકને ક્યાંક તંત્ર અને નેતાઓ અને નોકરશાહોની ઉદાસીનતા કે પછી કમિશન મેળવવાની લાલસા જવાબદાર હોઈ શકે છે.

થોડા મહિના અગાઉ જ સુરતમાં એક ખાનગી ક્લાસીસ માં આગ લાગવાને કારણે 20 થી વધુ વિદ્યાર્થીઓ હોમાઈ ગયા હતા ત્યારે દિવસો સુધી શિક્ષણના વેપારીઓ રફુચક્કર થઈ ગયા હતા. પરંતુ જ્યારે આજ વેપારીઓ ના એક નોકરને પોતાની ભૂલની સજા પોતાની ભાષામાં જ મળી ત્યારે તેઓએ બ્લેકમેલિંગ નો રસ્તો અપનાવ્યો છે. સુરતમાં 400થી વધુ શિક્ષણ વેપારીઓએ સોમવારે શિક્ષણનો વેપાર નહીં કરે. મતલબ કે તેમણે શૈક્ષણિક હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પોતાને ત્યાં શિક્ષણ ખરીદવા આવતા ગ્રાહક રૂપે વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ડરાવી શકાય કે જો તમે અમારી ઉપર હાવી થવા આવશો તો અમે તમને અમારી પ્રોડક્ટ(કહેવાતું શીક્ષણ) આપીશું નહીં..

આ શિક્ષણ માફિયાઓના આવા બ્લેકમેલિંગ છડેચોક દેખાઈ રહ્યા છે. છતાં તંત્ર તેની સામે તીખી આંખ પણ કરી રહ્યું નથી, કારણ કે આ આંખોની પાછળ ભૂતકાળમાં કરેલા વહીવટની શરમ સમાયેલી છે. જે તમામ ગુજરાતીઓ જાણે જ છે.

કદાચ ગુજરાતીઓએ પોતાને થતી દુવિધાઓ માટે આંદોલન જ કરવા પડશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. સુરતના વિદ્યાર્થીઓ શિક્ષણના વેપારીઓ વિરોધ સોશિયલ મીડિયામાં અલગ-અલગ વાતો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી પ્રજા જાગૃત થઈને આવા શિક્ષણ માફિયાઓ વિરુદ્ધ તંત્રને લાલઆંખ કરવા માટે ઠંઢોળશે નહિ ત્યાં સુધી કશું થવાનું નથી. શિક્ષણનો વેપાર પણ શરૂ રહેશે અને ગ્રાહકોને પણ આ શિક્ષણ ના વેપારીઓ પાસે પ્રોડક્ટ(શિક્ષણ) ખરીદી કરવા જવું પડશે.

-વંદન ભાદાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *