સુરતના સરથાણા વિસ્તારમાં થયેલી ગોજારી હોનારતમાં 20થી વધુ માસૂમ હોમાઈ ગયા. સુરતના જાગૃત નાગરિકો અને વરાછા વિસ્તારના રહીશોમાં ફરી એકવાર રોષનો માહોલ છે પરંતુ સંગઠન શક્તિ ના અભાવે જાગૃત નાગરિકો અને વિવિધ સંગઠનો હજી સુધી મોટી માછલીઓને કાનૂનના સકંજામાં પકડાવી શક્યા નથી. જેનું એક માત્ર કારણ છે સંગઠન શક્તિનો અભાવ.
આ ગોઝારી ઘટનામાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાટીદાર સમાજમાંથી આવતા હતા પરંતુ સામાજીક સંગઠનો કે પાટીદાર ના કહેવાતા નેતાઓ હજી સુધી જાહેરમાં આવતાં કંઈકને કંઈક અંશે સંકોચ અનુભવે છે. સુરતના ખ્યાતનામ પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી સેવા સંગઠન ને લઈને એકમાત્ર વ્યક્તિ બહાર આવ્યા છે. અન્ય નાના મોટા લોકો પણ આ વિદ્યાર્થીઓ ને ન્યાય મળે તે માટે બહાર આવી ચુક્યા છે., પરંતુ તંત્ર વિરુદ્ધ આંદોલન કે પછી તંત્ર અને દોષિતોને વિરુદ્ધ પગલાં લેવડાવવામાં હજી સુધી નિષ્ફળ રહ્યા છે.
પાટીદાર વર્તુળોમાં વાતચીત થઈ રહી છે કે જો સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા હાલમાં જેલમાં ન હોત તો કદાચ આ બાળકોના હત્યારાઓ અત્યાર સુધી માં પકડાઈ ચૂક્યા હોત. આ બાબતે અલ્પેશ કથીરિયા ના સમર્થકો સાથે અમારી વાતચીતમાં અલ્પેશ કથિરિયાના બાબતે ઘણી વાતો સામે આવી.
એક સમર્થકે અલ્પેશ કથીરિયા ને વ્યક્તિત્વ બાબતે કહ્યું કે, અલ્પેશ માત્ર પાટીદાર સમાજનો યુવા નેતા નથી પરંતુ અન્ય સમાજ પણ જો તંત્ર સામે લાચાર થતો હોય તો તેના માટે પણ ઝઝૂમતો હોય છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ સુરતના એક ખાનગી ટ્યુશન ક્લાસીસ ના વિદ્યાર્થીઓ નો પ્રવાસ ડાંગ જિલ્લામાં આયોજિત થયો હતો. જેમાં અકસ્માતને કારણે અમુક માસુમો મોતને ભેટ્યા હતા. જેમને સરકારી સહાય ન મળતાં અલ્પેશ કથીરિયા દ્વારા કલેકટર કચેરીએ ઉપવાસ પર બેસીને ધરણાં કર્યા હતા. જેને લઇને તાત્કાલિક સરકારે મૃતકો અને ઘાયલોને સહાય આપવા મજબૂર થવું પડ્યું હતું.
અલ્પેશ કથીરિયા ના કોલેજ સમયના એક સહાધ્યાયી એ જણાવ્યું કે અલ્પેશ કથીરીયા આંદોલન થયું નહોતું તે પહેલાથી જ ભગતસિંહ જેવી વિચારધારા ધરાવે છે. કોલેજ સમયમાં પણ કોલેજ ના વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલીઓ માટે તેણે આંદોલન કરેલા છે અને અન્યાય સામે ન્યાય મેળવવાની લડાઈ જીતી ચૂક્યા છે.
અલ્પેશ કથીરીયા પોતે વ્યવસાયે સારા વકીલ છે કાયદાના જાણકાર છે. જે બાબતે તેમના વકીલ મિત્ર વર્તુળમાં વાતચીતમાં બહાર આવ્યું કે અલ્પેશ કદીપણ વ્યસન કરતો નથી અને વ્યસન કરતા લોકોથી દૂર રહે છે. અલ્પેશ જો અત્યારે કદાચ બહાર હોત તો તક્ષશિલા કાંડના આરોપીઓ અત્યારે જેલના સળિયા ગણતા થઈ ગયા હોત. અલ્પેશમાં નેતૃત્વ શક્તિનો ગજબનો સંચાર રહેલો છે. અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનકારીઓ સાથે પણ એક સામાન્ય કાર્યકર તરીકે જ રહેલ જેના કારણે જ તેનું વ્યક્તિત્વ હાર્દિક કરતા ચડિયાતું ગણાય રહ્યું છે.
પાસ ના એક કાર્યકર સાથેની વાતચીતમાં અલ્પેશ વિશે જણાવે છે કે, અલ્પેશભાઈ અમારી સાથે નાના કાર્યકર તરીકે જ જોડાઇને રહેલા છે. કદી પણ પોતે સમાજનો એક મોટો નેતા છે તેવું મનમાં રાખીને વર્તન કર્યું નથી. જેના કારણે જ અમને અલ્પેશ કથીરિયાની આગેવાની ગમે છે અને અલ્પેશ કથીરિયા ની એક હાકલ સાથે સુરતમાં પાટીદારો ભેગા થઈ જાય છે. જો અત્યારે અલ્પેશભાઈ જેલ બહાર હોત તો કદાચ તક્ષશિલા અગ્નિકાંડમાં ભોગ બનેલા વિદ્યાર્થીઓને મહદંશે ન્યાય મળી ચુક્યો હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.