વધુ એક શ્રદ્ધા હત્યાકાંડ! હેવાન ભત્રીજાએ કાકીના માર્બલ કટર મશીનથી ટુકડે ટુકડા કર્યા, પછી…

રાજસ્થાન (Rajasthan)માંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક સાયકો કિલર ભત્રીજાએ તેની વિધવા કાકીની ઘાતકી હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં, હત્યા કર્યા પછી, તેણે માર્બલ કટર મશીનથી મૃતદેહના ટુકડા કરી દીધા અને તેને જંગલમાં ફેંકી દીધા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે મૃતદેહના કેટલાક ટુકડા પણ મળી આવ્યા છે.

કાપવા માટે મશીન ખરીદ્યું:
મળતી માહિતી અનુસાર, જયપુરના વિદ્યાધરનગર વિસ્તારના લાલપુરિયા એપાર્ટમેન્ટ સેક્ટર-2માં રહેતા 11 ડિસેમ્બરના રોજ સનકી ભત્રીજા અનુજે તેની 64 વર્ષીય કાકી સરોજ શર્માને માથા પર હથોડી મારી હતી. આ પછી, મૃતદેહના નિકાલ માટે, તેણે ગ્રાઇન્ડર મશીન ખરીદ્યું અને તેના ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ આ ટુકડાઓ સૂટકેસ અને ડોલમાં ભરીને કારમાંથી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ ઘરના બાથરૂમમાં જ મૃતદેહના 10 ટુકડા કરી દીધા હતા. આ પછી, પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી અને કાકીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આરોપી રસોડામાં લોહીના ડાઘા ધોઈ રહ્યો હતો:
આ દરમિયાન, આરોપી ઘરના રસોડામાં લોહીના ડાઘા ધોઈ રહ્યો હતો, ત્યારે જ ત્યાં કોઈએ આખું દ્રશ્ય જોયું અને ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ પછી, મૃતકની પુત્રી પૂજાએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો, ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો.

જણાવી દઈએ કે આરોપી અનુજે B.Tech નો અભ્યાસ કર્યો છે. તેમને 11 ડિસેમ્બરે દિલ્હી જવાનું હતું, પરંતુ તેની કાકીએ તેને ના પાડી. જેના કારણે તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો અને હત્યા કરી નાખી હતી.

અનુજનો તમામ ખર્ચ સરોજ દેવી ઉઠાવતી હતી:
આ સમગ્ર ઘટના અંગે ડીસીપી નોર્થ પેરિસ દેશમુખે જણાવ્યું, “મહિલાના પતિના મૃત્યુ બાદ તેનો ભત્રીજો અનુજ તેની સંભાળ રાખતો હતો. સરોજ દેવી અનુજનો તમામ ખર્ચ ઉઠાવતી હતી. સરોજને એક પુત્ર અને બે પુત્રીઓ છે. જેમાં પુત્ર વિદેશમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *