ફરી એક વાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગોપાલ ઈટાલીયા આપ આદમી પાર્ટી(AAP )ના નેતાની ધરપકડ કરાઈ છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ ભાવનગર પોલીસે કરી છે. આ વિષય પર ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું.
આ ટ્વીટમાં ગોપાલ ઈટાલિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. આજે ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, ‘ગઈકાલેજ મારા દાદીનું અવસાન થયું છે મારો આખો પરિવાર દુઃખી છે, તેમ છતાય ભાજપે મારી ધરપકડ કરી છે.’ કદાચ ભાજપને બહુમતી આ કામ માટે મળી ગઈ હશે.
गुजरात की जनता द्वारा भ्रष्ट भाजपा को दिए पूर्ण बहुमत की नई सरकार ने काम करना चालू कर दिया है।
भावनगर पुलिस ने आज मुझे गिरफ़्तार कीया। मेरी ख़ुद की दादी माँ का कल निधन हुआ है, पूरा परिवार दुःखी है लेकिन भाजपा ने मुझे अरेस्ट कर लिया है। शायद यही काम के लिए बहुमत मिला होगा।
— Gopal Italia (@Gopal_Italia) December 20, 2022
અહી એ પણ ઉલ્લેખનીય છે કે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાવનગરમાં આવેલા ઉમરાળાના ધોળા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર જે હુમલો થયો હતો તેના સંદર્ભે ભાવનગરની મુલાકાત માટે આવ્યા હતા. ત્યારે પણ મોટો વિવાદ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.