વિદેશો(Abroad)માં અવાર નવાર ગુજરાતીઓની હત્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. આવી સ્થિતિમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ખંભાળિયા(Khambhaliya) તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા એક મહાજન પરિવારના યુવાન પુત્રની કેન્યા(Kenya) ખાતે ગોળીબારથી હત્યા થઈ છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બંદૂક સાથે ધસી આવેલા શખ્સે યુવક ઉપર ગોળીઓ વરસાવી:
મળતી માહિતી અનુસાર, કેતન મૂળ ખંભાળિયા તાલુકાના દાતા ગામનો વતની છે. જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતન આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયો હતો. ત્યારે ગઈકાલે એટલે કે સોમવારના રોજ તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા. ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે ધસી આવેલા એક શખ્સે વેપારી પુત્ર કેતન ઉપર ગોળીઓ છોડી હતી. આ ફાયરિંગમાં યુવાનને ગોળી વાગી જતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારમાં કરુણતા સાથે ભારે શોક:
બદમાશોએ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો. તેથી ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હય. જેને પગલે બંદૂકધારી શખ્સ બાઈક પર બેસી અને નાસી છૂટ્યો હતો. આ બનાવ બનતા તુરંત જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. મૃતક કેતનને જયાન નામનો એક બાળક પણ છે. ત્યારે ઘટનાની જાણ થતા જ યુવકના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.